ખબર

અમદાવાદમાંથી આવી વિચિત્ર ઘટના સામે, 17 વર્ષની તરુણીએ 16 વર્ષની કામવાળીને કહ્યું કે ચાલ મોજ કરીએ, અને પછી કર્યો એવો કાંડ કે માન્યામાં નહીં આવે

અમદાવાદમાં 17 વર્ષની દીકરીએ 16 વર્ષની કામવાળીને કાનમાં કહ્યું, તે કોઈ દિવસ મોજ કરી છે કે નહી? અને પછી…

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય. ઘણા નાની ઉંમરના લોકો અકાળે પણ પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો ઘણા કિસ્સામાં નાની ઉંમરની સગીરાઓ પણ ગર્ભવતી બનતા હોવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા છે, ઘણી યુવતીઓ પોતાના માતા પિતાની ચિંતા કર્યા વગર જ કોઈની પ્રેમજાળમાં ફસાઈને ઘર પણ છોડી દે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલ અમદાવાદમાંથી એક હેરાન કરી દેનારી ઘટના હાલ સામે આવી છે. વટવા વિસ્તારમાં એક 17 વર્ષની એક તરૂણી 16 વર્ષની નોકરાણી સાથે ભાગી ગઇ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. પોલીસ માટે એ સવાલ માથાનો દુખાવો બની ગયો છે કે કોણ કોને લઈને ભાગ્યું છે ?

આ ઘટનામાં એ પણ સામે આવ્યું છે કે જે 17 વર્ષની સગીરા ભાગી ગઈ છે તેના ટૂંક સમયમાં લગ્ન હતા, આ પહેલા તેનું કોઈ સાથે અફેર હોવાના કારણે તેના માતા પિતાએ તેને માર પણ માર્યો હતો. સગીરાના આ અફેરના કારણે જ તેના તાબડતોબ લગ્ન લેવાની તૈયારીઓ પણ તેના પરિવારે આરંભી હતી.

પોલીસ ભાગી ચુકેલી આ બંને સગીરાઓની તપાસમાં લાગી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે બંને રાજસ્થાન તરફ ભાગી ગઈ હોઈ શકે છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અજમેર તરફ તપાસ આદરી છે. હવે આ ઘટનામાં પોલીસ માટે પણ સૌથી મોટો સવાલ એ ઉભો છે કે કોણ કોને ભગાડી ગયું છે. આવી ઘણી જ ઘટનાઓ છેલ્લા થોડા સમયની અંદર ગુજરાતમાંથી સામે આવી છે, ઘણા કિશોર વયના બાળકો પણ માતા-પિતાનો ઠપકો મળવાના કારણે ઘર છોડીને ચાલ્યા જતા હોય છે, તો ઘણીવાર ઘણા બાળકોને માતા પિતાની વાત લાગી આવતા તે આપઘાત પણ કરી લેતા હોય છે.

આ ઉપરાંત ઘણી નાની ઉંમરની કિશોરીઓને મોટી ઉંમરના લોકો પોતાના પ્રેમજાળમાં ફસાવીને ભંગાઈ લઇ જતા હોય છે, અને ઘણીવાર તો ઘણા પરણિત લોકો પણ સગીરાઓ સાથે સંબંધો બાંધો અને તેને ગર્ભવતી બનાવી તરછોડી પણ દેતા હોવાની ઘણી જ ઘટનાઓ સામે આવે છે.