વાહ દીકરીએ જીત્યા દિલ, પપ્પાની પરી નહીં પણ મસીહા બની આ દીકરી, 17 વર્ષની ઉંમરમાં પિતાને લીવર આપ્યું દાનમાં… હાઇકોર્ટે પણ નિયમો બદલવા પડ્યા

દેશની સૌથી નાની ઉંમરની ઓર્ગન ડોનર બની આ દીકરી, પિતાને લીવર કર્યું ડોનેટ, હોસ્પિટલે પણ એક રૂપિયો ના લીધો.

દીકરી વ્હાલનો દરિયો એવી કહેવત તો આપણે ઘણીવાર સાંભળી હશે અને ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવે છે જેમાં દીકરી ખરા અર્થમાં પિતા માટે પ્રાણથી પ્યારી પણ બની જાય છે. એક દીકરી પોતાના પિતાને પોતાનું સર્વસ્વ માનતી હોય છે. પિતા પણ પોતાની દીકરીને ખુબ જ પ્રેમ કરતા હોય છે. ત્યારે હાલ એક બાપ દીકરીના પ્રેમની એવી ઘટના સામે આવી છે જેણે લોકોની આંખો પણ ભીની કરી દીધી છે.

કેરળમાં એક 17 વર્ષની દીકરીએ પોતાના એક લિવરનું દાન કરીને તેના બીમાર પિતાને નવું જીવન આપ્યું છે. દેશમાં કોઈ સગીરનું લિવર ડોનેશન કરવાનો આ પહેલો કિસ્સો છે. મીડિયા રિપોર્ટ અનુસાર દીકરીએ તેના પિતા માટે તેનું લિવર દાન કરવા માટે હાઇકોર્ટમાં લડવું પડ્યું હતું કારણ કે કાયદા દ્વારા સગીર બાળકો અંગોનું દાન કરી શકતા નથી. સગીરના પિતા હિપેટોસેલ્યુલર કેન્સરથી પીડિત છે, જે લીવરની લાંબી બિમારી છે.

કેરળના કોચીના ત્રિશૂર જિલ્લાના કોલાજીમાં રહેતી 17 વર્ષીય દેવાનંદે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેરળ હાઈકોર્ટ પાસે તેના પિતા પ્રતિશને તેનું લિવર દાન કરવા માટે પરવાનગી માંગી હતી. પરંતુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એક્ટની જોગવાઈઓ અનુસાર સગીરોને અંગોનું દાન કરવાની મંજૂરી નથી. દેવાનંદે વયમાં છૂટછાટ માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. દેવાનંદે કહ્યું, “તે મારા જીવનનો સૌથી પડકારજનક તબક્કો હતો પરંતુ ખુશીની વાત એ છે કે અંગદાનના કારણે પિતાને જીવવાની બીજી તક મળી છે.”

દેવાનંદના પિતા 48 વર્ષીય પ્રથમેશ થ્રિસુરમાં એક કેફે ચલાવતા હતા. તેમને લીવરનું કેન્સર હતું. ડોક્ટરોએ પરિવારને જલદી લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. પરંતુ પરિવારના કોઈપણ સભ્યનું લીવર મેચ થતું ન હતું. પરિવારજનોએ દાતાની શોધખોળ કરી પરંતુ તે પણ મળ્યો ન હતો. માત્ર દેવાનંદનું લીવર તેના પિતા સાથે મેચ થતું હતું, પરંતુ તેની ઉંમર આમાં અવરોધરૂપ હતી.

પરંતુ તેણે હાર ન માની અને જાણવા મળ્યું કે આવા જ એક કેસમાં સગીર બાળકને અંગ દાતા બનવાની મંજૂરી આપતો કોર્ટનો આદેશ છે. એક નિવેદનમાં, રાજાગીરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ, ફાધર જોન્સન વઝાપ્પીલી સીએમઆઈએ જણાવ્યું હતું કે દેવાનંદ અંગ દાતાઓ માટે એક રોલ મોડેલ છે. દેવાનંદના કામથી ખુશ થઈને હોસ્પિટલ પ્રશાસને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ માફ કરી દીધો છે.

Niraj Patel