ડોકટરના 17 વર્ષના એકના એક દીકરાએ ફાંસી લગાવી લીધી, સ્યુડઈડ નોટમાં લખ્યું કે સોરી, મમ્મી-પપ્પા હું કોઈ વાતને લાયક નથી કારણકે….
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ ભણવાના પ્રેશરમાં આવીને તો કોઇ પ્રેમ સંબંધમાં આપઘાત કરી લેતા હોય છે. હાલમાં એક આપઘાતનો કિસ્સો રાજસ્થાનના કોટામાંથી સામે આવ્યો છે. IITનો અભ્યાસ કરી રહેલ પ્રથમ જૈન નામના 17 વર્ષિય વિદ્યાર્થીએ પોતાનો જીવ આપી દીધો. પોલિસને તેના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. લાલ રંગની પેનથી લખેલ સુસાઇડ નોટમાં લખ્યુ છે કે- મમ્મી પપ્પા હું ભવ્યને ઘણો પ્રેમ કરતો હતો, તે મારો સાચો મિત્ર હતો.
મને તેનાથી પ્રેમ થઇ હયો. હવે તમારે મારા અભ્યાસનો ખર્ચ નહિ ઉઠાવવો પડે. માત્ર ચૂચૂના અભ્યાસ માટે પૈસા લાગશે. આ રીતની સુસાઇડ લખી તેણે આપઘાત કર્યો હતો. હાલ તો પોલિસ મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ કરી રહી છે. જાણકારી અનુસાર, જવાહર નગર થાના પોલિસે જણાવ્યુ કે, પ્રથમ જૈન મધ્યપ્રદેશનો મૂળ નિવાસી છે. તેના પિતા ડોક્ટર છે. તેની એક નાની બહેન છે. પ્રથમ બે વર્ષથી કોટાના મહાવીર નગરમાં એક હોસ્ટેલમાં રહી રહ્યો હતો.

તે એક કોચિંગ સંસ્થાનથી અભ્યાસ કરી રહ્યો હતો. તેના પિતા છિંદવાડામાં ડોક્ટર છે.તે છિંદવાડા એમપીનો રહેવાસી છે. પોલિસે તેના પરિવારજનો સાથે વાતચીત કરી તો સામે આવ્યુ કે, ભવ્ય નામના જે છોકરાનો ઉલ્લેખ પ્રથમે તેની સુસાઇડ નોટમાં કર્યો છે કે તે તેનો બાળપણનો સાથી છે. પોલિસ પ્રથમનો મોબાઇલ પણ તપાસી રહી છે. પ્રથમ અને ભવ્યના સંબંધ વિશે પોલિસે પ્રથમના મિત્રો સાથે પણ પૂછપરછ કરી રહી છે. જવાહર નગર પોલિસે જણાવ્યુ કે, શુક્રવાર બપોરે પ્રથમે ફાંસી લગાવી લીધી હતી.

સાંજ સુધી તેના મિત્રોએ તેને ના જોયો તો તેના રૂમમાં ગયા અને ત્યારે જોયુ તો તેણે દરવાજો ન ખોલ્યો. તે બાદ પ્રબંધનને સૂચના આપી. પોલિસને જાણકારી આપ્યા બાદ દરવાજો તોડી જયારે પ્રથમની જાણ લેવામાં આવી ત્યારે તે ફાંસીના ફંદે લટકતી હાલતમાં મળ્યો. હોસ્ટેલ પ્રબંધને તરત પ્રથમના પિતાને આ વિશે સૂચિત કર્યા. તે બાદ પ્રથમના પિતા એમપીથી આવ્યા અને તેની લાશને એમપી લઇ જવાની તૈયારી કરી.