ઘોર કળિયુગ: રાજકોટમાં 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે 31 વર્ષીય યુવકે કર્યું એવું કે, જાણીને તમને પણ આંચકો લાગશે

રંગીલા રાજકોટમાં માં બાપે દીકરીને ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો મોબાઈલ પણ એવો ભયંકર અનુભવ થયો કે જાણીને રુવાડા ઉભા થઇ જશે

આજનો સમય સોશિયલ મીડિયાનો છે ત્યારે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે મોટાભાગના કામકાજ હવે ઓનલાઇન જ થવા લાગ્યા છે, એવામાં આજે શિક્ષણ પણ ઓનલાઇન જ શરૂ થઇ ગયું છે, જેના માટે બાળકોને પણ મોબાઈલ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓની જરૂર પડે છે, પરંતુ ઘણીવાર બાળકોના હાથમાં રહેલું આ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન બીજા રસ્તા તરફ પણ દોરી જાય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક સગીરાને તેના માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ કરવા માટે મોબાઈલ આપ્યો હતો. જેના બાદ એક 31 વર્ષીય મયુર નામના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન જ તેની મિત્રતા પણ થઇ ગઈ હતી.

શરૂઆતમાં જ્યારે મિત્રતા થઇ ત્યારે મયુર તે સગીરાને ગુડ મોર્નિંગના મેસેજ મોકલતો હતો, પરંતુ સગીરા તેના જવાબ આપતી નહોતી, પરંતુ વારંવાર મયુરના મેસેજ આવવાના કારણે તેને વાત શરૂ કરી હતી.

ઓનલાઇન જ ચેટિંગમાં વાતો શરૂ થવાની સાથે જ ધીમે ધીમે આ વાતો પ્રેમમાં પરિણમી હતી. મયુરે પ્રેમજાળમાં તે સગીરાને ફસાવ્યા બાદ તેના ઘરે મળવા માટે બોલાવી હતી. સગીરા મયુરના ઘરે તેને મળવા માટે પણ ગઈ હતી અને ત્યાં મયુર દ્વારા તેની સાથે બળજબરી તેમજ અડપલાં કરવામાં આવ્યા હતા અને કેટલીક તસવીરો પણ ખેંચી લેવામાં આવી હતી.

જેના બાદ સગીરા ગભરાઈ ગઈ હતી અને ડરના કારણે તેને આ વાત કોઈને જણાવી પણ નહીં, પરંતુ જયારે સગીરાનો ભાઈ તેના મોબાઈલમાં મેસેજ જોઈ ગયો ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. ત્યારબાદ સગીરાનો ભાઈ અને તેના પપ્પા મયુરને સમજાવવા માટે તેના ઘરે ગયા ત્યારે મયુરે મેસેજ અને તસવીરો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત તેમની સાથે મારઝુડ પણ કરી હતી.

સગીરાએ આ બધી જ બાબતો યુવક વિરુદ્ધની ફરિયાદમાં જણાવી હતી, યુવતીની ફરિયાદ બાદ આરોપી મયુરને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

Niraj Patel