જ્યોતિષ શાસ્ત્ર

આજે સોમવારના દિવસે મહાદેવની કૃપાથી 8 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોમાં આજે ઇચ્છાશક્તિની કમી આજે તમને ભાવનાત્મક અને માનસિક મુશ્કેલીઓમાં ફસાવી શકે છે. જે લોકોને તમે ઓળખો છો તેમના દ્વારા તમને આવકના નવા સ્ત્રોત મળશે.
માતાની બીમારી ચિંતાનું કારણ બની શકે છે. તેમનું ધ્યાન બીમારીથી ભટકાવીને કોઈ બીજા કાર્યમાં તમે લગાવશો તો ફાયદા કારક રહેશે. આ સમયમાં જુઠ્ઠું બોલવાથી બચવું. જે તમારા પ્રેમ સંબંધની બગાડી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને  કોઈ સંત પુરુષનો આશીર્વાદ મળવાથી મનમાં શાંતિ રહેશે. જે લોકો સાથે તમે રહો છો તે તમારાથી ખુશ નહિ થાય. ભલે તમે તેમના માટે ગમે એટલું કેમ નહીં કર્યું હોય. કાયક ફરવા જવાનું આયોજન બની શકે છે, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. આજે તમે તમારા આકર્ષક વ્યક્તિત્વથી લોકોને તમારી તરફ ખેંચવામાં સફળ રહેશો. નોકરીમાં આવેલો બદલાવ માનસિક શાંતિ આપશે. આજે જીવનસાથીનો મિજાજ થોડો ખરાબ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે શક્ય હોય તો લાંબો પ્રવાસ ના ખેડવો. લાંબા પ્રવાસથી તમારી કમજોરીમાં વધારો થશે. આર્થિક મુશ્કેલીઓના કારણે તમારે આલોચના અને વિવાદોનો સામનો કરવો પડી શકે છે. એવા લોકોથી બચવું જે ના કહેવા માટે તૈયાર હોય છે. સંબંધીઓ સાથે પોતાના સંબંધો તાજા કરવાનો દિવસ છે. આજે કેટલાક લોકોને આકસ્મિક અને દોડધામ ભરેલી યાત્રાએ જવું પડી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજે શારીરિક ચુસ્તી ફુર્તી જાળવવા માટે તમે કોઈ રમતમાં દિવસ પસાર કરી શકો છો. તમારું અનુમાન આજે નુકશાન કર્ક બની શકે છે. જેના કારણે રોકાણ કરતા પહેલા વિચાર કરી લેવો. કાર્યક્ષેત્રમાં આજે કેટલાક સાકરમતક બદલાવ જોવા મળી શકે છે. ઉતાવળમાં આજે હોઈ નિર્ણય ના લેવા નહિ તો પછતાવવું પડી શકે છે. જીવનસાથી પસીથી પૂર્ણ રૂપે સહયોગ ના મળવાના કારણે નિરાશા થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આજે તમારું વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકશે અને લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આર્થિક મુશ્કેલીઓના કારણે વિવાદોનો સામનો કરવો પડી શકે છે. પ્રેમના બાબતમાં દબાણ કરવાનો પ્રયત્ન ના કરવો, નહિ તો મુશ્કેલી આવી શકે છે. કામકાજ દરમિયાન કોઈ સારો મિત્ર અડચણ બની શકે છે. યાત્રા દરમિયાન નવા લોકોને મળવાનું અને નવી જાણકારી મેળવવનો યોગ બને છે. આજનો દિવસ તમારા માટે એટલો સારો નહીં રહે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
માનસિક શાંતિ માટે તણાવના કારણોનું સમાધાન કરવું. આજના દિવસે તમારા મિત્રો સાથે બહાર જઈને ખુશીની પળો વિતાવી શકો છો. પારિવારિક તણાવોને ગંભીરતાથી લેવા. જીવન સાથી સાથે મુલાકાત થવાનો યોગ બની રહ્યો છે. આજનો દિવસ વકીલ પાસે કાનૂની સલાહ લેવા માટેનો સારો દિવસ છે.

7. તુલા – ર, ત (Libra):
આજનો દિવસ તમારા સ્વાસ્થ્યને અને તામ્ર રંગરૂપને સુધારવા માટે પર્યાપ્ત હશે. તમારા મનની અંદર આજે પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા હશે. બાળકોને સ્કૂલથી જોડાયેલા કામ પૂર્ણ કરવા માટે મદદ મળશે. આજે તમારું પ્રિય પાત્ર પોતાની સુંદરતાથી તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. આજે તમે ઘરે સારું જમવાનું અને પૂરતી ઊંઘ પણ માણી શકશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે કરવામાં આવેલ યોગ અને ધ્યાન ના માત્ર તમને ધાર્મિક રીતે પરંતુ શારીરિક અને માનસિક રીતે પણ લાભરકારક થશે. તમારો મજાકીયો સ્વભાવ લોકોને આજે ખુબ જ પસંદ આવશે. આજે તમારા પ્રેમની વચ્ચે કોઈ આવી શકે છે. કામકાજ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. લાંબા સમયથી અટકેલી તકલીફો આજે પુરી થઇ શકે છે. આજના દિવસે સકારાત્મક વિચારો રાખવા અને પ્રયાસો કરવા.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજના દિવસે જમતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. તમારી ગેરકાળજી બીમારીનું કારણ બની શકે છે. આજે તમે ખુબ જ સરળતાતી નાણાં ભેગા કરી શકશો. કોઈને ઉછીના આપેલા નાણાં પણ આજે પાછા મળી શકે છે. તમારા પ્રિય પાત્રની અંદર તમારા માટે ખુબ જ પ્રેમ ભરેલો છે. પરંતુ આજે તમે માત્ર થોડી ઝાંખી તેની પામી શકશો. આજે નિર્ણયો લેવામાં ઘણી જ મુશ્કેલી થશે.

10. મકર – જ, ખ (Capricorn):
તમારી ઈચ્છા શક્તિની ઉણપ આજે તમને માનસિક અને ભાવનાત્મક તકલીફોમાં મૂકી શકે છે. આજે તમે પોતાની જાતને એક રોમાંચક હાલતમાં અનુભવશો જેનાથી તમને આર્થિક ફાયદો પણ મળશે. આજની સાંજ રસોડામાં જરૂરી સામન ખરીદવામાં વીતી જશે. તમારા પ્રિય પાત્રને તમારા વિશ્વાસ અને સાથની જરૂર છે. વ્યવસાયમાં કોઈ દગાખોરથી બચવા માટે તમારા કાન અને આંખ ખુલ્લી રાખવી.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે શરીરના કોઈ અંગની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આજે બેસી રહેવાના બદલે કોઈ એવું કામ કરવું જેના કારણે તમારી આવકમાં વધારો થાય. આજે પરિવારની જવાબદારીઓને સમજવાની જરૂર છે. આજે તમને પ્રેમ સંબંધોમાં પણ ઝટકો લાગી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમારે સાંભળવાનું બની શકે છે. જીવનસાથી આજે બીજા દિવસો કરતા આજે તમારું વધારે ધ્યાન રાખશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે તમે જો વધારે તણાવ અનુભવી રહ્યા હોય તો આજે તમારા બાળકો સાથે સમય પસાર કરવો. આજે ખોટા ખર્ચ કરવાથી બચવું અને ખુલ્લા હાથે પૈસાનો વ્યય ના કરવો. ઘરેની સાંજ સજાવટ ઉપરાંત બાળકોની જરૂરિયાત ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. બાળકો ઘરની અંદર ખુશીઓ લાવે છે. આજે તમે કોઈ નવા જ રોમાન્સ નો અનુભવ કરશો.