Budh Gochar 2026: આવનારી 4 ડિસેમ્બરના રોજ બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાંથી નિકળીને અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધના આ નક્ષત્ર ગોચરની સીધી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે.

1. બુધનું અનુરાધા નક્ષત્રમાં ગોચર
બુધ ગ્રહ 4 ડિસેમ્બરથી લઈને 13 ડિસેમ્બર સુધી અનુરાધા નક્ષત્રમાં વિરાજમાન રહેશે. આ 9 દિવસના સમયગાળા દરમિયાન વિશેષ કરીને 4 રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે. આ રાશિના લોકોને કારકિર્દીમાં નવી ઊંચાઈઓ અને મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. બુધનું આ નક્ષત્ર ભ્રમણ વૃષભ, કર્ક, કન્યા અને મકર રાશિ માટે અત્યંત શુભ સાબિત થશે. આવો જાણીએ આ રાશિઓ વિશે વિગતવાર:

2. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે બુધનું અનુરાધા નક્ષત્રમાં ગોચર ખૂબ જ અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને નસીબનો પૂરો સાથ મળશે, જેનાથી વ્યવસાય અને કારકિર્દીમાં ઉત્તમ લાભ જોવા મળશે. વિવાહિત જીવન જીવતા લોકો માટે પણ આ સમય સકારાત્મક રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

3. કર્ક રાશિ
બુધનું આ નક્ષત્ર ગોચર કર્ક રાશિના લોકો માટે પણ શુભ પરિણામ લાવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. નોકરીયાત વર્ગ માટે આ સમય ઉત્તમ રહેશે. વેપાર-ધંધામાં નફાની પ્રબળ શક્યતાઓ છે અને નવું રોકાણ કરવા માટે પણ આ સમયગાળો શ્રેષ્ઠ સાબિત થશે.

4. કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધનું અનુરાધા નક્ષત્રમાં પ્રવેશવું અત્યંત લાભદાયી રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને નવી નોકરીની તકો મળી શકે છે. કામકાજ અને બિઝનેસના અર્થે તમારે પ્રવાસ પણ કરવો પડી શકે છે, જે લાભદાયી રહેશે.

5. મકર રાશિ
મકર રાશિ ધરાવતા લોકો માટે બુધનું ગોચર આર્થિક દ્રષ્ટિએ વરદાનરૂપ સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. આ સિવાય વેપારીઓને કોઈ મોટી ડીલ કે સોદો સફળતાપૂર્વક પાર પડવાથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
Disclaimer: (ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)