જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ, રહસ્યમયી ગ્રહ અને પાપી ગ્રહ જેવા ઉપનામો આપવામાં આવ્યા છે. રાહુની અસર વ્યક્તિના જીવનમાં અચાનક ધરખમ ફેરફાર લાવી શકે છે, પછી તે સારા પણ હોઈ શકે અને ખરાબ પણ. વર્ષ ૨૦૨૬ના અંતમાં રાહુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે, જેની અસર તમામ ૧૨ રાશિઓ પર અલગ-અલગ જોવા મળશે.
જ્યોતિષીય ગણતરીઓ મુજબ ૫ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે. હાલમાં રાહુ કુંભ રાશિમાં બિરાજમાન છે. રાહુ હંમેશા વક્રી અવસ્થામાં ભ્રમણ કરે છે. મકર રાશિના સ્વામી ન્યાયાધીશ શનિદેવ છે. આવામાં રાહુનું મકર રાશિમાં જવું એ કરિયર, નોકરી, કારોબાર અને પૈસા સંલગ્ન મામલાઓમાં મોટા ફેરફારો લાવી શકે છે. રાહુના આ ગોચરની અસર લગભગ ૫૪૮ દિવસ (દોઢ વર્ષ) સુધી રહેવાની છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ખાસ રાશિઓને આગળ વધવાની ઉત્તમ તકો મળી શકે છે.
૧. મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે રાહુનો આ ફેરફાર અત્યંત અનુકૂળ અને સારા પરિણામો લઈને આવશે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી કામગીરીની એક વિશેષ ઓળખ બનશે. જે લોકો લાંબા સમયથી કોઈ નવી તકની શોધમાં હતા, તેમને મોટી સફળતા મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. નવા લોકો સાથે સંપર્ક વધશે અને બિઝનેસ વિસ્તારવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. આવક વધારવાના નવા માર્ગો પણ ખુલી શકે છે.
૨. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના લોકો માટે રાહુનું આ ગોચર કરિયરમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. નોકરીમાં તમારું પદ અથવા જવાબદારી વધી શકે છે. કેટલાક પ્રભાવશાળી લોકોને વિદેશ અથવા નવી કંપનીઓમાંથી નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ કે કામ માટે સખત મહેનત કરી રહ્યા હતા, તો હવે તેનું મીઠું પરિણામ મળવાનો સમય આવી ગયો છે. નાણાકીય બાબતોમાં પણ સ્થિતિ અગાઉ કરતા ઘણી મજબૂત અને સારી રહેશે. જો કે, નાણાકીય કે વ્યવસાયિક નિર્ણયો લેવામાં ઉતાવળ કરવાથી બચવું.
૩. મકર રાશિ (Capricorn)
ચૂંકી રાહુનું ગોચર ખુદ મકર રાશિમાં જ થવાનું છે, તેથી આ રાશિના જાતકો પર તેની સીધી અને વિશેષ અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે અને તમે તમારા કામ પ્રત્યે વધુ સક્રિય તથા ઉર્જાવાન રહેશો. નોકરી અને વેપારમાં નવી અને મોટી જવાબદારીઓ તમારા શિરે આવશે. કરિયરમાં મોટો બદલાવ લાવવાનું વિચારી રહેલા લોકો માટે આ સોનેરી તક સાબિત થઈ શકે છે. જો કે, રાહુની પ્રકૃતિ મુજબ ઉતાવળે પરિણામ મેળવવાની જીદ પ્રબળ થઈ શકે છે, આથી તમામ મોટા નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને જ લેવા.
૪. મીન રાશિ (Pisces)
મીન રાશિના જાતકો માટે પણ આ ગોચર આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. તમારા લાંબા સમયથી અટકી ગયેલા અથવા વિલંબમાં પડેલા કાર્યો ઝડપથી આગળ વધવા લાગશે. નોકરી કે વેપારમાં પ્રગતિ માટે નવી દિશાઓ ખુલી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની સુવર્ણ તકો પ્રાપ્ત થશે. નવા અને પ્રભાવશાળી લોકો સાથે જોડાવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. ખાસ કરીને વિદેશ સાથે જોડાયેલા વેપાર કે કામકાજ કરતા લોકોને ખૂબ જ સારા અને ખુશખબર મળી શકે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)