જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 16 માર્ચ : મંગળવારનો દિવસ આ 4 રાશિઓના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો આજના દિવસે સંતાન અને દાંમ્પત્ય જીવન અને ભાગ્યની વૃદ્ધિનો આનંદ લેશે. કામમાં સફળતા મળવાથી આજનો દિવસ સારો રહેશે. જો તમે ધંધો કરતા હોય તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ નવા લોકોને મળવાનો મોકો મળશે.  ભાગ્યની પ્રબળતા અને કાર્ય કુશળતામાં ઉન્નતિ થવાથી આજે પરફોર્મન્સમાં સુધારો જોવા મળશે. જેનાથી નોકરીમાં સારા પરિણામ મળશે. આજે ધંધામાં કોઈ નવો લાભ મળી શકે છે. જેનાથી તમે સારો લાભ મળશે.  પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરની વાત સાંભળવી.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો માટે આજના દિવસે પોતાના કામ કરતા પોતાના પરિવારને વધારે ધ્યાન આપવું. આજે પોતાના પરિવારના સભ્યો માટે કોઈ ભેટ લઇ જઈને તેમને ખુશ કરી શકો છો. આજના દિવસે કોઈ પાર્ટીમાં શામેલ થઇ શકો છો. નાનો-મોટો ખર્ચ થશે પરંતુ આવકમાં વધારો થશે જેથી કોઈ ભાર નહીં રહે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘરમાં કોઈ સારા કામનું આયોજન થઇ શકે છે. પરિવારિક જીવન ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં રોમાન્સના સહારાથી આગળ વધશો. પરણિત લોકો આજે સાથે સમય વિતાવી શકશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે તમે થોડા અસમંજસમાં રહેશો. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. ઘરનો માહોલ ઠીકઠાક રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા ગંભીર રહેશે. મનમાં કોઈ વાતને લઈને ઉદાસ રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને પસંદ નહીં આવે. પરંતુ થોડી શાંતી રાખીને કામ લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ અન્ય વ્યક્તિને લઈને તણાવ થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો એ આજના દિવસે કોઈ જોખમ વાળું કામ ના કરવું. આવકમાં ઉતાર-ચડાવ આવશે કારણકે આજના દિવસે અચાનક જ ખર્ચ આવી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. તમારી મહેનત સફળ રહેશે. ભાગ્ય પણ પ્રબળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી વચ્ચે આકર્ષણ વધશે અને એકબીજા સાથે પ્રેમભરી વાત કરવાનો મોકો મળશે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીના વિચારો બહુ જ કામ આવશે. પ્રેમીપંખીડા આજના દિવસે સંબંધને લઈને ઘણા પઝેસિવ રહેશે. આજના દિવસે પરિવાર સાથે લગ્નને લઈને વાતચીત થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પરંતુ આજે તમારે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. આજના દિવસે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને અઘરામાં અઘરું કામ બહુ જ ઓછા સમયમાં પુરી કરી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે, આજના દિવસે જીવનસાથી માટે શોપિંગ કરી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં મધુરતા લાવશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. બપોર સુધીમાં આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવક યથાવત્ રહેશે, પરંતુ બપોર પછી ખર્ચ ઝડપથી વધી જશે, જે તમારું ધ્યાન ખેંચશે. માનસિક તણાવ વધી શકે છે અને તેનાથી સ્વાસ્થ્ય કથળી શકે છે. વાતાવરણમાં પરિવર્તન શરદી અથવા ઠંડીનું કારણ બની શકે છે. અંગત જીવન સુખી રહેશે. જીવન સાથી સંપૂર્ણ સહયોગ કરશે. લવ લાઇફમાં તમને વિરોધનો સામનો કરવો પડી શકે છે. કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર પૂરું ધ્યાન આપશો. જેનાથી સમસ્યા દૂર થશે. કામમાં સફળતા મળશે. આજના દિવસે કામ પૂરું કરશો. આવકમાં વધારો થશે. પારિવારિક જીવનમાં તનાવ આવશે. પરિવારના વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય કમજોર રહેશે. મિત્રો સાથે વાતચીત થશે. અંગત જીવન ખુશ રહેશે. જીવનસાથી માટે થોડો ખર્ચ કરશો. પ્રેમજીવનમાં સફળતા મળશે. પ્રિય વ્યક્તિ સાથેના સંબંધ પ્રબળ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આજના દિવસે તમે જે મહેનત કરો છો તેના પ્રમાણમાં તમને ફળ મળશે. લાંબી મુસાફરી પર જઈ શકે છે. તીર્થધામની સારી સંભાવના પણ છે. જીવનસાથી ગુસ્સે થશે, તેથી તમારી સાથે કાળજીપૂર્વક વાત કરો.કોઈ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. પ્રેમ જીવન સુમેળ સાથે આગળ વધશે. સ્વાસ્થ્યમાં વધઘટ થશે. સાથી કર્મચારીઓ પાસેથી સારા વર્તનની જરૂર રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખુદને તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. આજના દિવસે ધંધામાં રુકાવટ આવી શકે છે. નોકરી કરતા લોકોને આજના દિવસે કામ પર ધ્યાન આપવાની જરૂર છે. જેથી કામમાં કોઈ ગડબડ ના થાય. આવક સામાન્ય રહેશે. પારિવારિક જીવન સંતુષ્ટિ મળશે. અંગત જીવનમાં તણાવ વધી શકે છે. જીવનસાથી આજના દિવસે કોઈ એવી વાત કરી શકે છે જેનાથી તમને સમજવામાં ભૂલ થઇ શકે છે. આજના દિવસે કોઈ વાતને લઈને ઈગો કરી શકો છો. જે તમારા માટે સારું નહીં. લવલાઇફમાં થોડું તનાવ આવી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે માનસિક તણાવ અને ખર્ચ દિવસની શરૂઆત કરશે. બપોર બાદ ખર્ચ નિયંત્રણમાં આવશે. ધંધા માટે આજનો દિવસ સારો છે. આંતરરાજ્ય કામથી તમને ફાયદો થઇ શકે છે. પરિવારમાં કોઈ પ્રોપટીને લઈને ચર્ચા થઇ શકે છે. આવકમાં વધારો થશે. લવ લાઈફમાં રોમાન્સમાં વધારો થશે. પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન કરી શકો છો. અંગત જીવનમાં આજનો દિવસ સુખ શાંતિ ભર્યો રહેશે. આજના દિવસે જીવનસાથીની ઈચ્છા પુરી થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી બુદ્ધિનો વિકાસ થશે. આજના દિવસે કોઈ નવો નિર્ણય લઇ શકો છો. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન રહેશે. પરંતુ આડી-અવળી વાતથી ધ્યાન હટાવવાની કોશિશ કરો. નહીં તો સમસ્યા થઇ શકે છે. આજના દિવસે તમારા સિનિયર તમને નજીકથી જોશે. આજના દિવસે તમારી ભૂલ શોધવાની કોશિશ કરશે. તેથી સાવધાન રહો.સાહસ અને પરાક્રમને કારણે કામમાં સફળતા મળશે. અંગત જીવન શાંતિપૂર્ણ રહેશે. જીવનસાથી પાસેથી સપોર્ટ મળશે. અંગત જીવનમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે તમારી કોઈ ભૂલ તમારા સંબંધ પર ખોટી અસર પાડી શકે છે.