સુરતમાં ફરી એકવાર ગ્રીષ્માવાળી થઇ, એકતરફી પ્રેમમાં પાગલ યુવકના હુમલાથી કિશોરીનું ગળું…..

નરાધમોને કોઈના બાપની બીક નથી રહી, સુરતમાં યુવતીના લોહીના ફુવારા ઉડ્યા, બિચારી સગીરા યુવતીની આવી હાલત કરી નાખી…

ગુજરાતભરમાં ચકચાર મચાવનાર સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ હજી પણ લોકો ભૂલ્યા નથી. પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ સરાજાહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય ગ્રીષ્મા વેકરિયાની ગળુ કાપી હત્યા કરી દીધી હતી. ફેનિલ ગ્રીષ્માની સોસાયટીના ગેટ પર ચપ્પુ લઈને પહોંચ્યો હતો અને પછી તેને પરિવારની સામે જ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આટલું જ નહીં, ફેનિલે પોતાના હાથની નસ કાપી ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આરોપી

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. જે ખરેખર કાળજુ કંપાવી દે તેવો હતો. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો હાલ સુરતમાંથી સામે આવ્યો છે. તાજેતરમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી જવા પામી હતી. પાંડેસરામાં એક 14 વર્ષિય સગીરા પર એકતરફી પ્રેમમાં પાગલ કાળુ નામના યુવકે હુમલો કર્યો હતો. તે હથિયારથી યુવતિનું ગળું કાપવા પહોંચ્યો હતો. જો કે, યુવતિએ પોતાને બચાવવાનો પ્રયાસ કરતા તેને ગળાને બદલે તેના ગાલ ઉપર ચપ્પું વાગ્યું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જેથી તેને 17 જેટલા ટાંકા આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, આરોપી કિશોરીના ઘરની સામે રહેતા ઉમેશ નામના વ્યક્તિના ઘરે આવતો જતો હતો અને ઉમેશની પત્ની સાથે કિશોરીને વાતચીત થતી હતી. તે કિશોરી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો પરંતુ કિશોરીએ તેની સાથે વાત ન કરતાં તેણે કિશોરી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

ગ્રીષ્મા અને ફેનિલ

ગુજરાતના ખેડામાં પણ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક આધેડે ભરબજારે કિશોરીની હત્યા કરી નાખી હતી. તેણે 15 વર્ષીય કિશોરીનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઉપરાંત બીજી એક ઘટના 25 ઓગસ્ટના રોજ ઉમરગામના દહાડ ગામે બની હતી, જયાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી. આ દરમિયાન ત્રણ યુવકે તેને ઘેરી લીધી અને એકાંતનો લાભ લઈ તેના ગળા પર છરીના 8 ઘા માર્યા હતા.

Shah Jina