“લગન નહિ તો ભણવાનું પણ નહિ” 13 વર્ષના ટેણીયાની જીદ સામે પરિવારે માની હાર..ધામધૂમથી કરાવી સગાઈ,જુઓ વીડિયો

હજુ તો મૂંછનો દોરો નથી ફૂટ્યો ત્યાં આ 13 વર્ષનો ટેણીયો લગ્ન કરવા જીદે ભરાયો, પરિવારે ધામધૂમથી કરાવી સગાઈ, જલ્દી જ થશે લગ્ન, જુઓ વીડિયો

13 Yo Boy Set To Get Married : આજકાલના બાળકો પોતાના મનનું ધાર્યું જ કરતા હોય છે અને તે ઘણીવાર કોઈ વસ્તુ માટે એટલા જિદ્દી બની જાય છે કે આખરે તેમના માતા પિતાએ તેમની જીદ આગળ ઝુકવુ જ પડે છે અને તે વસ્તુ મોંઘી હોવા છતાં પણ તેને અપાવે છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. કારણે કે એક 13 વર્ષના બાળકે લગ્ન માટે જીદ પકડી અને પરિવારને એવી ધમકી આપી દીધી કે બાળકના ધામધૂમથી લગ્ન કરાવવા પડ્યા.

13 વર્ષના છોકરાના 12 વર્ષની છોકરી સાથે લગ્ન :

આ ઘટના સામે આવી છે પાકિસ્તાનમાંથી. જ્યાં 13 વર્ષના છોકરાના લગ્ન 12 વર્ષની છોકરી સાથે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષયબની ગયા છે. લોકોએ આ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ બાળ લગ્નને ખોટા ગણાવ્યા છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં પણ લગ્ન માટે લઘુત્તમ વયનો કાયદો છે. આવી સ્થિતિમાં લોકો પૂછી રહ્યા છે કે ખુલ્લેઆમ કાયદો તોડવામાં આવ્યો અને તેના પર કોઈ કાર્યવાહી કેમ ન થઈ?

છોકરાએ આપી હતી ધમકી :

પાકિસ્તાની કાયદા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો લગ્ન કરી શકતો નથી જ્યારે છોકરીની લઘુત્તમ ઉંમર 16 વર્ષ છે. જો કે, સિંધ પ્રાંતમાં લગ્નને લઈને લાગુ કાયદા અનુસાર, છોકરો અને છોકરી બંનેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. મીડિયા રિપોર્ટ અનુસાર, છોકરાએ તેના પરિવારને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તે તેની પસંદની છોકરી સાથે લગ્ન કરશે તો જ તે પોતાનો અભ્યાસ ચાલુ રાખશે. તેના પરિવારના સભ્યો આ વાતથી ખૂબ ચિંતિત બન્યા અને તેઓએ બંનેની સગાઈ કરાવી. હવે લગ્ન પણ ટૂંક સમયમાં થવાના છે.

પરિવારે આપ્યું સમર્થન :

આશ્ચર્યની વાત એ છે કે છોકરા અને છોકરી બંનેની માતાએ આ લગ્નને સમર્થન આપ્યું છે અને તેને યોગ્ય ગણાવી રહી છે. છોકરીની માતાએ કહ્યું, ‘મારા લગ્ન 16 વર્ષની ઉંમરે થયાં હતાં. મારા અનુભવના આધારે હું કહું છું કે આ સાચો નિર્ણય છે. છોકરાની માતાનું નિવેદન પણ મીડિયામાં પ્રકાશિત થયું છે. તેણે કહ્યું, ‘મેં લગ્ન કર્યા ત્યારે હું 25 વર્ષની હતી. પરંતુ, મારા પુત્રના લગ્ન નાની ઉંમરે થઈ રહ્યા છે તેથી મને કોઈ સમસ્યા નથી. છોકરા-છોકરીના પરિવારજનોએ ભલે આ લગ્નને સમર્થન આપ્યું હોય, પરંતુ ઈન્ટરનેટ યુઝર્સ તેના પર ગુસ્સે છે.

 

View this post on Instagram

 

A post shared by Salaam! Pakistan (@salaam_pakistan)

લોકોએ કર્યો વિરોધ :

એક વ્યક્તિએ ટિપ્પણી કરી, ‘આ બહુ આગળ વધી ગયું છે.’ અન્ય એક વ્યક્તિએ કહ્યું, ‘જો તે બંને કન્ટેન્ટ ક્રિએટર્સ હોય તો તેનો અર્થ થાય છે. આવી સ્થિતિમાં, આ સંપૂર્ણ આયોજન સાથે લેવાયેલું પગલું હોઈ શકે છે. તે જ સમયે, ઘણા લોકોએ ટિપ્પણી કરી છે કે બાળ લગ્નને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. આ ઉંમરે બાળકોએ વાંચન, લેખન અને અન્ય કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Niraj Patel