સુરતમાં સગી માતા બાવા સાથે આવું કરતા જ, 13 વર્ષના દીકરાએ સુસાઇડ નોટ લખીને કરી લીધું મોતને વહાલું, લખ્યું, “પપ્પા મારે મરવું નહોતું પણ…”

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા લોકો પારિવારિક ઝઘડાને લઈને પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે ગુજરાતની અંદર પણ આવા આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા જ નાની ઉંમરના બાળકો પણ આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે જ્યાં એક 13 વર્ષના  આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ખોલવાડ ગામમાં રહેતા એક 13 વર્ષના સગીરની માતા કોઈ બાવા સાથે ભાગી ગયા બાદ મોતને વહાલું કરી લીધું હતું. બાળકે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેના બાદ પોલીસે આ સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

બાળકના આપઘાત કરવા પાછળ માતાનું પ્રેમ પ્રકરણ જણાઈ રહ્યું છે. આ બલ્કે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ” પપ્પા મારે તો મરવું ન હતું પણ શું કરવું. બાવાએ આજ મને કીધું તમે ગયા પછી, તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કે મને કઈ ના કરે. પછી મે વિચાર્યું કે શું કરવું, પછી મે વિચાર્યું કે આત્મહત્યા કરું.”

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આજથી દોઢેક વર્ષ પહેલા આ સગીરની માતા તેના પિતાને છૂટાછેડા આપ્યા બાદ કોઈ બાવા સાથે ચાલી ગઈ હતી અને ત્યારબાદ તે ક્યાં રહેતી હતી તેની કોઈને પણ જાણ નહોતી. ત્યારે આ બાબતે મૃતક બાળક પાર્થના પિતાએ બાવો ઉર્ફે ઘનશ્યામ બોરડ વિરુદ્ધ બાળકને ધમકી આપતો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ બાબતે તપાસ કરી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

સગીર બાળક તેની માતાના ચાલ્યા ગયા બાદ તેને ખુબ જ યાદ કરી રહ્યો હતો. રાત્રે ઉઠીને પણ તે તેની માતાને જ યાદ કરતો હોવાની વાત જણાવતો હતો અને કહેતો કે મારી મારી મમ્મીને મળવું છે. ત્યારે પોતાની માતાના વિરહમાં જ આ 13 વર્ષના માસુમ બાળક પાર્થે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

મૃતક બાળકના પિતાનું નામ નરસિંહ ભાઈ છે. અને તેઓ મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનાં નિંગાળા ગામના રહેવાસી હતા. સુરતમાં આવીને તેઓ રત્નકલાકાર તરીકેનું કામ કરતા હતા. તેમની પત્નીનું નામ છાયાબેન હતું અને લગ્ન બાદ તેમને બે દીકરાઓ પણ હતા, જેમાં એક દીકરાનું નામ યશ અને બીજા દીકરાનું નામ પાર્થ હતું.

(પ્રતીકાત્મક તસવીર)

આજથી બે વર્ષ પહેલા એટલે કે 2020માં છાયાબેન આંખની દવા લેવાનું કહીને અમરેલી ચાલ્યા ગયા હતા. જેના બાદ તેઓ પરત ફર્યા નહોતા. આ બાબતે નરસિંહ ભાઈએ પોલીસ ફરિયાદ કરતા પત્નીને શોધવામાં આવી હતી ને તેને સંસારની મોહમાયા છોડીને એકલી રહેવાનું જણાવીને તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. જેના બાદ તેમની કોઈ ભાળ નરસિંહ ભાઈ અને તેમના બાળકોને હતી નહીં. માતા ગયા બાદ પાર્થ તેને સતત યાદ કરી રહ્યો હતો.

Niraj Patel