ખબર

હજુ તો મૂંછનો દોરો નથી ફૂટ્યો એવા 12 વર્ષના ટેણીયાએ રસ્તામાં જતી વૃદ્ધ મહિલા સાથે કરી ગંદી હરકત, ઘટના થઇ CCTVમાં કેદ

આપણા દેશમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ કરવાની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણી મહિલાઓ જ્યારે રસ્તે ચાલતી હોય છે, તે દરમિયાન કેટલાક આવારા તત્વો દ્વારા અભદ્ર ટિપ્પણી કે છેડછાડ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ છેડછાડની જે ઘટના સામે આવી છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો. કારણ કે આ છેડછાડ કોઈ મોટી ઉંમરના પુરુષ કે કોઈ યુવાને નહિ પરંતુ એક 12 વર્ષના નાબાલિક છોકરાએ કરી હતી.

આ મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાંથી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક 12 વર્ષના છોકરાએ એક વૃદ્ધ મહિલા સાથે છેડછાડ અને અશ્લીલ હરકત કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ તેનો વીડિયો પણ વાયરલ થઇ ગયો હતો. પોલીસે બાળક નાબાલિક હોવાના કારણે કોઈ કાર્યવાહી પણ કરી નહોતી. સાથે જ પીડિત મહિલા તરફથી પણ પોલીસે કોઈ ફરિયાદ નથી આપવામાં આવી.

વાયરલ થઇ રહેલા સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે એક સુમસાન ગલીમાં એક વૃદ્ધ મહિલા ચાલીને જઈ રહી છે.  ત્યારે જ પાછળથી એક 12 વર્ષનો નાબાલિક બાળક મહિલાની પાછળ આવે છે અને વૃદ્ધ મહિલાને ઈશારો કરીને કંઈક કહેવા જાય છે. જયારે મહિલા ના પાડી દે છે ત્યારે તે મહિલાને પકડી લે છે અને બાજુની જ સુમસાન ગલીમાં ધકેલવાનો પ્રયત્ન પણ કરવા લાગે છે. પરંતુ મહિલા કોઈ રીતે પોતાને છોડાવવામાં સફળ રહે છે.

મહિલા તે છોકરાને ધમકાવવા માટે પણ કઈ કહેતી નજર આવે છે. પરંતુ છોકરો વૃદ્ધ મહિલાને પકડવાનો પ્રયત્ન કરે છે અને પાછળથી આવતી મહિલાને જોઈને અટકી જાય છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે વૃદ્ધ મહિલાએ કોઈ ફરિયાદ ના કરવાની વાત કરી છે. પોલીસ સ્ટેશનમાં નાબાલિક અને તેના પરિવારને પણ બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં સમજૂતીથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.