ફઈને પોતાના જ માનેલા ભત્રીજા સાથે પ્રેમ થઇ ગયો, તો ફઈએ ભત્રીજા સાથે લગ્ન કરવા માટે 6 વર્ષ સુધી રાહ જોઈ અને

12 વર્ષની હતી ફઈ તો 13 વર્ષનો ભત્રીજો…બંનેએ ચાલુ કર્યું અફેર…બધાએ કહ્યુ- મોહબ્બત જિંદાબાદ

પ્રેમ એક અહેસાસ છે જેમાં વિશ્વાસ હોય છે. તેની ગાંઠ ઘણી મજબૂત હોય છે, એવું કહેવામાં આવે છે. પ્રેમ કયાં, કયારે અને કોની સાથે થઇ જાય છે તેની ખબર જ રહેતી નથી. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. ઘણીવાર પ્રેમમાં ને પ્રેમમાં સંબંધો પણ લજવાય છે. તમે ઘણીવાર એવું સાંભળ્યુ હશે કે, એક છોકરીએ તેના મામા સાથે લગ્ન કર્યા કે, એક છોકરાએ તેની માસી સાથે લગ્ન કર્યા. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ફોઇને તેના જ ભત્રીજા સાથે પ્રેમ થઇ ગયો અને તેણે તેની સાથે લગ્ન પણ કરી લીધા.

પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. અહીં રામનગર વિસ્તારમાં એક માનેલી ફોઇના પરિવારના વિરોધ છત્તાં પણ તેણે ભત્રીજા સાથે લગ્ન કરી લીધા. ફોઇને ભત્રીજા સાથે એટલો પ્રેમ હતો કે તેણે બાલિગ થવા માટે 6 વર્ષની રાહ જોઇ. કારણ કે તેઓ લગ્ન કરી શકે. મંગળવારે રામનગર થાના ક્ષેત્ર સ્થિત એક શિવ મંદિરમાં બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ લગ્નની ઘણી ચર્ચા થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, છોકરાની ઉંમર 19 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ છે. પૂરો મામલો રામનગર ક્ષેત્ર વોર્ડ નંબર 20 ગોળ બજારનો છે. 6 વર્ષ પહેલા અહીંના રહેવાસી આદિત્ય પટેલ પૂર્વી નરકટિયાગંજ સ્થિત પોતાના મામાના ત્યાં લગ્નમાં ગયો હતો. ત્યાં શિવગંજ મોહલ્લાની રહેવાસી આંચલ પટેલ સાથે તેની નજરો એક થઇ. પછી બંને એકબીજાને દિલ આપી બેઠા. છોકરીના ઘરવાાળાએ આ વાતનો વિરોધ કરવા લાગ્યા કારણે છોકરી સંબંધમાં છોકરાની માનેલી ફોઇ લાગતી હતી.

છોકરી અનુસાર, પરિજન તેની સાથે મારપીટ કરવા લાગ્યા. તે છત્તાં બંને એકબીજા સાથે વાત કરતાા રહ્યા. જેની જ છોકરીની ઉંમર 18 વર્ષ થઇ, તે બધી બેડીઓ તોડી નરકટિયાગંજથી 17 કિમી દૂર રામનગર તેના પ્રેમીના ઘરે આવી ગઇ. તે બાદ મંગળવારે તેણે મંદિરમાં લગ્ન કરી લીધા. જો કે, છોકરીના ગાયબ થયા બાદ તેના પરિજન પણ તેને શોધતા પ્રેમીના ઘરે પહોંચ્યા. તે બાદ પ્રેમી-પ્રેમિકાની જિદ આગળ તે લોકો જૂક્યા અને તેમને લગ્ન માટેની રજા આપી દીધી.

Shah Jina