ઝૂંપડામાં સંતાઈને બેઠો હતો 12 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ બચ્યો આ વ્યક્તિનો જીવ, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો આવ્યો સામે..જુઓ

જયારે ઝુંપડાના અંદરથી નીકળ્યો દુનિયાનો સૌથી લાંબો સાપ, જોઈને લોકોના હોંશ પણ ઉડી ગયા..વાયરલ થયો વીડિયો

સાપનું નામ સાંભળતા જ લોકોનો પરસેવો છૂટી જતો હોય છે. સાપને જોતા જ લોકો દૂર ભાગવા લાગે છે અને તેમાં પણ જો કિંગ કોબ્રાનું નામ સાંભળી લે તો રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ સાપને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં સાપ પકડવાના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ગામડામાંથી એક વ્યક્તિ 12 ફૂટ લાંબા કિંગ કોબ્રાને પકડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો બે મહિના પહેલા સર્પમિત્ર આકાશ જાધવે યુટ્યુબ પર તેના એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ યુટ્યુબ ચેનલ પર 5 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે અને લોકોએ આ વીડિયોને અત્યાર સુધીમાં 58 લાખથી વધુ વખત જોયો છે.

આ વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઝૂંપડીમાં જાય છે અને ત્યાં એક ખૂણામાં ઉપર જુએ છે, ત્યારે એક વિશાળકાય કિંગ કોબ્રા સાપ તેના પર હુમલો કરવા બેઠો છે. જો કે, સાપ પકડનાર તેને જોઈ ગયો અને તેનો પાછળનો ભાગ પકડી લીધો. કિંગ કોબ્રાની પૂંછડી પકડ્યા પછી તેણે ધીમે ધીમે તેનું માથું શોધવાનું શરૂ કર્યું અને પછી સાપને ખેંચીને જમીન પર મૂકી દીધો.

આ વખતે સાપ પકડનાર તેને ઝૂંપડીમાંથી બહાર કાઢ્યો અને પછી ખુલ્લા મેદાનમાં લોકોને બતાવ્યું કે આ સાપ કેટલો મોટો છે. લાંબી જહેમત બાદ તેણે કિંગ કોબ્રાને પકડીને બેગમાં ભરી અને પછી તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઇ છોડી દીધો, જ્યાંથી તે ફરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શકે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Niraj Patel