110 વર્ષના વૃદ્ધે કોરોનાને પછાડી દીધો, ડોકટરો પણ રિકવરી જોઈને રહી ગયા હેરાન

દેશભરમાં કોરોનાના મામલોઓ આવી રહ્યા છે. ઠેર ઠેર હોસ્પિટલો છલકાઈ રહી છે. ઘણા લોકો કોરોનાના કારણે પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, તો ઘણી એવી કહાનીઓ પણ સામે આવે છે જે જાણીને આપણે પણ ખુશ થઇ જઈએ.

એવી જ એક કહાની હૈદ્રાબાદમાંથી સામે આવી છે, જ્યાં 110 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવી દીધો છે. તેમની રિકવરી જોઈને ખુદ ડોકટરો પણ હેરાન રહી ગયા છે. કોરોનાને મ્હાત આપનાર આ વૃદ્ધનું નામ છે રામાનંદ તીર્થુલુ. જે હૈદરાબાદના રહેવા વાળા છે.

રામાનંદ તેલંગાણાના કિસારા ખાતે મહંત છે. તેમને કોરોનાના સામાન્ય લક્ષણ દેખાતા 24 એપ્રિલના રોજ હૈદ્રાબાદની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની રિકવરી જોઈને ડોકટરો પણ હેરાન રહી ગયા હતા.

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે તે આ પહેલા પણ પગની સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. રામાનંદે બે દાયકા જેટલો સમય હિમાલયમાં પસાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે 110 વર્ષની ઉંમરે કોરોનાથી રિકવર થવાની રામાનંદની કહાની લોકો માટે પણ પ્રેરણા રૂપ બની રહી છે.

Niraj Patel