11 વર્ષની ઉંમરમાં જ આ ટેણકીએ મેળવી લીધી માસ્ટર ડિગ્રી, આઈન્સ્ટાઈન કરતા પણ પાવરફુલ છે તેનું IQ લેવલ, જાણો કોણ છે તે ?

આ 11 વર્ષની છોકરીનું દિમાગ છે એવું કે તેની આગળ શિક્ષકો પણ ખાઈ જાય છે ગોથા, આ છઠ્ઠા ધોરણમાં ભણવાની ઉંમરે મળેવી M.A.ની ડિગ્રી, જુઓ તેના વિશે

11 year girl IQ Higher Than Einstein : આજના બાળકો ખુબ જ ચાલાક અને હોશિયાર હોય છે. કારણ કે આજના બાળકોને ટેકનોલોજી (technology) નો સહારો પણ મળી રહે છે. જેના કારણે તે નાની ઉંમરમાં જ એટલું બધી શીખી લેતા હોય છે કે આપણે પણ તેમને જોઈને અવાક રહી જઈએ. પરંતુ વાત જયારે ભણતરની આવે ત્યારે તેમને સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવો પડતો હોય છે. (image Credit: Adhara Maite Pérez Sánchez/ instagram)

11 વર્ષની ઉંમરમાં માસ્ટર ડિગ્રી:

ત્યારે હાલ એક એવી છોકરીની કહાની સામે આવી છે જેને માત્ર 11 વર્ષની ઉંમરમાં જ માસ્ટર ડિગ્રી (master degree) મેળવી લીધી. દરેક વ્યક્તિએ વાંચ્યું જ હશે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશ્વના સૌથી ઝડપી દિમાગના વ્યક્તિ હતા. તેનું આઈક્યુ લેવલ 160 હતું. પરંતુ આ રેકોર્ડ માત્ર 11 વર્ષની બાળકીએ તોડ્યો છે. તમે કદાચ અમારા શબ્દો પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તે સાચું છે.

આઈસ્ટાઈન કરતા પણ IQ લેવલ વધારે:

મેક્સિકો સિટીની 11 વર્ષની છોકરી અધરા પેરેઝ સાંચેઝનું આઈક્યુ લેવલ 162 છે. એટલું જ નહીં, આ છોકરીએ આટલી નાની ઉંમરમાં માસ્ટર ડિગ્રી પણ હાંસલ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે વિદ્યાર્થીને તેની અનુસ્નાતકની ડિગ્રી 20 વર્ષ પછી જ મળે છે. અધારાનો આઈક્યુ બે મહાન ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ કરતા પણ વધારે છે.

નાસામાં કામ કરવાનું છે સપનું:

ફ્રેન્ચ મેગેઝિન મેરી ક્લેરીમાં છપાયેલા સમાચાર અનુસાર, અધારાનું સપનું નાસા સાથે કામ કરવાનું છે. અધારા હાલમાં મેક્સિકન સ્પેસ એજન્સી સાથે યુવા વિદ્યાર્થીઓને અવકાશ સંશોધન અને ગણિતને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આ 11 વર્ષની છોકરીએ CNCI યુનિવર્સિટીમાંથી સિસ્ટમ્સ એન્જિનિયરિંગની ડિગ્રી અને મેક્સિકોની ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

આ બીમારીથી હતી પીડિત:

અધારા પેરેઝ સાંચેઝ જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે તેને ઓટીઝમ હોવાનું નિદાન થયું હતું. ઓટીઝમ એ એક વિકાસલક્ષી વિકાર છે જે સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને સંદેશાવ્યવહારને અવરોધે છે. આ બાળકો સામાન્ય બાળકો જેવા દેખાય છે, વર્તનમાં થોડો અલગ છે. ત્યાં તફાવત છે.

પાડોશીના બાળકો પણ ચીડવતા:

અધારાના માતા-પિતા ગરીબ છે જેમની આવક ઘણી ઓછી છે. અધારાના પડોશમાં રહેતા બાળકો અવારનવાર તેને ચીડવતા હતા. અધારાની માતા, નાયલી સાંચેઝે મેગેઝીનને કહ્યું, “તે ખૂબ જ હતાશ હતી, લોકો સહાનુભૂતિ ધરાવતા ન હતા, તેઓએ તેની ખૂબ મજાક ઉડાવી,” સાંચેઝે ઉમેર્યું, “તે તેના મિત્રો સાથે રમવા માંગતી ન હતી, તેને અજીબ લાગ્યું, તે એકલતા અનુભવતી.” તે થોડા સમય માટે શાળાએ જઈ શકતી હતી પણ પછી તે જઈ શકતી ન હતી, તે શાળામાં સૂઈ જતી અને તે કોઈ કામ કરવા માંગતી ન હતી.”

1 વર્ષમાં જ હાંસલ કરી લીધી ડિગ્રી:

સાંચેઝે કહ્યું કે તે સમજી ગઈ કે દીકરી ખોટું કામ કરી રહી છે, તેથી તેણે અધરાની મેડિકલ કાઉન્સિલ કરાવી અને પછી હોશિયાર બાળકો માટેની સ્કૂલ સેન્ટર ફોર એટેન્શન ટુ ટેલેન્ટ (CEDAT)માં પ્રવેશ મેળવ્યો. તેનો IQ શાળામાં પુષ્ટિ કરવામાં આવ્યો હતો, અને તેણે 5 વર્ષની વયે પ્રાથમિક શાળા પૂર્ણ કરી હતી, ત્યારબાદ માત્ર એક વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચ શાળા પૂર્ણ કરી હતી.

Niraj Patel