11 વર્ષના બાળકે ખોલી નાખી વેક્સિન લીધા બાદ શરીર ઉપર વાસણ ચોંટવાની પોલ, જાણો પછી ડોક્ટરોએ શું કહ્યું

દેશભરમાં કોરોનાને રોકવા માટે મોટા પ્રમાણમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે, ત્યારે આ દરમિયાન વેક્સિનને લઈને કેટલીક અફવાઓ પણ સામે આવે છે. થોડા સમય પહેલા જ એક વ્યક્તિ વેક્સિન લીધા બાદ તે હાથ ઉપર બલ્બ સળગાવતો જોવા મળ્યો હતો, તો હાલમાં જ વેક્સિનનો બીજો ડોઝ લીધેલા એક વ્યક્તિએ તેના શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થઇ હોવાનું અને તેના શરીર ઉપર વાસણ અને સિકાઓ ચોટતા હોવાનો દાવો પણ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો.

પરંતુ હવે આ વીડિયોની પોલ ઉદેયપુરના નરોત્તમ ગૌડ અને તેમના 11 વર્ષના પૌત્ર ઉશ દ્વારા ખોલી નાખવામાં આવી છે. આ બાળકને કોઈ વેક્સિન નથી લગાવવામાં આવી. પરંતુ તે છતાં પણ તેનામાં ચુંબકીય શક્તિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે વેક્સિનના કારણે આવું નથી થઇ રહ્યું. આ નીચે આપેલ નાસિકનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એમને દાવો કર્યો હતો કે કોવીશીલ્ડ રસી ના લીધે શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પ્ન્ન થઇ હતી, પરંતુ હવે આ વીડિયોની પોલ ઉદેયપુરના 11 વર્ષના યશ દ્વારા ખોલી નાખવામાં આવી છે જેને કોઈપણ વેક્સીન લીધી નથી છતાંય ચુંબકીય શક્તિ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ડોકટરોનું કહેવું છે કે વેક્સિનને લઈને ફક્ત શરારતી તત્વોની હરકતથી વધારે કઈ નથી. તેમનું કહેવું છે કે શરીરમાં ફોરેન બોડી હોવાના કારણે આમ થઇ શકે છે. પરંતુ આ લાખોમાથી ગણતરીના લોકોમાં જ થાય છે. ગરમીમાં પરસેવાથી આ ચિપકવું એ પણ એક કારણ છે.

તો ઉદેપુરના ઘોલી બાવડી વિસ્તારમાં રહેવાવાળા નરોત્તમ ગૌડ દ્વારા જણાવવામાં આવ્યું કે મેં કોરોનાની વેક્સીન લીધી છે.એવામાં સોશિયલ મીડિયા ઉપર વેક્સિન લીધા બાદ શરીરમાં ચુમ્બકીય શક્તિ પેદા થવાની ખબરો ચાલી રહી હતી. તે જોઈને મેં પણ મારા શરીર ઉપર આ કરવાનો નિર્ણય કર્યો. જેના બાદ મેં ઘરમાં રાખેલા સિક્કા અને ચમચી શરીર ઉપર રાખ્યા અને તે ચીપકી ગયા. તેને જોઈને હું વિચારમાં પડી ગયો. મને વિશ્વાસ ના થયો કે આ કોરોનાની વેક્સિનના કારણે થયું છે.

એવામાં તેમના મનની શંકા દૂર કરવા માટે નરોત્તમે પોતાના 11 વર્ષના પૌત્ર યશનો સહારો લીધો. તેમને પણ પૌત્ર ઉપર શરીર ઉપર ધાતુ ચીપકાવવાનો પ્રયત્ન કર્યો. જેની થોડા જ સમય બાદ યશના શરીર ઉપર પણ સિક્કા અને ચમચી ચિપકવા લાગી. જેને જોઈને પરિવારજનો પણ હેરાન રહી ગયા. કારણ કે યશે અત્યાર સુધી કોરોનાની વેક્સિન લીધી જ નથી.

જેના બાદ નરોત્તમે કહ્યું કે આ કમાલ વેક્સિનનો નહીં પરંતુ આપણા શરીરમાં કોઈ કોશિકાઓ કે પછી ખાણીપીણીનો છે. જેને લઈને દેશભરમાં અફવાઓ ચાલી રહી છે. તે સંપૂર્ણ રીતે ભ્રામક છે. જયારે કોરોનાથી લડવા માટે એક માત્ર ઉપાય વેક્સિન જ છે. યશ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે દાદાના કહેવા ઉપર તેને આમ કર્યું અને તેના શરીર ઉપર પણ સિક્કા અને ચમચી તેમજ ધાતુ ચિપકવા લાગ્યા.
(સાભાર: દૈનિક ભાસ્કર)

Niraj Patel