ગુજરાતમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત ! 11 વર્ષના બાળકે હ્રદયરોગના હુમલાથી ગુમાવ્યો જીવ

Heart Attack News : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી હાર્ટ એટેકથી થતા મોતના મામલા વધતા જઇ રહ્યા છે. ત્યારે હાલમાં દ્વારકાના ભાણવડમાં એક 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. 11 વર્ષીય દુષ્યંત પીપરોતર વહેલી સવારે બાથરૂમથી બહાર આવતા અચાનક ઢળી પડ્યો અને આટલી નાની ઉંમરે એટેક આવતા તેનું મોત થયુ.

આ ઘટના બાદ તો પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ભાણવડ નજીકના વિજયપુર ગામે રહેતો 11 વર્ષનો દુષ્યંત સવારના પાંચેક વાગ્યે બાથરૂમ કરીને આવતા ઓસરીમાં ઢળી પડ્યો. દીકરાના મોત બાદથી પરિવારમાં શોકનો માહોલ છે. ત્યારે હવે હાર્ટએટેકથી વધતા મોતના મામલા ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં અવાર નવાર કોઇના ને કોઈના હાર્ટએટેકથી મોતના સમાચાર આવે છે.

File Pic

કોઇને ક્રિકેટ રમતા તો કોઇને જીમમાં એક્સરસાઇઝ કરતા તો કોઇને ડાંસ કરતા તો કોઇને રસ્તા પર ચાલતા ચાલતા હાર્ટ એેટેક આવે છે. થોડા સમય પહેલા જ પર્વ સોનીનું ક્રિકેટ રમતા હૃદય બેસી ગયુ હતું અને તે પછી વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં રાજકોટમાં ધોરણ-12ના એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં જ શંકાસ્પદ મોત નિપજ્યું હતુ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થયુ હતુ.

Shah Jina