...
   

હોસ્પિટલની અંદર ઓક્સિજન પહોંચવામાં થઇ ગયું સહેજવારનું મોડું અને 11 દર્દીઓ તરફડીયા મારતા મારતા મોતને ભેટ્યા

કોરોના વાયરસની બીજી લહેર એટલી બધી ઘાતક બની રહી છે, કે ના હોસ્પિટલમાં બેડ મળી રહ્યા છે, ના સ્મશાનમાં જગ્યા અને જે લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે તેમને પૂરતા પ્રમાણમાં ઓકિસજનની અછતના કારણે ઘણા લોકોનો જીવ ચાલ્યો ગયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ખબર આંધ્ર પ્રદેશના તિરુપતિમાંથી આવી રહી છે. જ્યાં ઓક્સિજન આવવામાં મોડું થવાના કારણે ઓછામાં ઓછા 11 દર્દીઓના મોત થઇ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગેસ ટેન્કર પહોંચવામાં થોડા જ સમયનું મોડું થઇ ગયું હતું. જેના કારણે શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઇયા સરકારી હોસ્પિટલમાં સોમવારના રોજ આ ઘટના બની ગઈ.

તો આ બાતે મીડિયા રિપોર્ટ અનુસાર જિલ્લા કલેકટર એમ હરિ નારાયણ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર કરાવી રહેલા 11 દર્દીઓના મોત થઇ ગયા છે. તેમને એમ પણ જણાવ્યું કે તિરુપતિ, ચિત્તૂર, નેલ્લોર અને કડાપાની હોસ્પિટલમાં લગભગ 1 હજાર દર્દીઓની કોરોના સારવાર ચાલી રહી છે. આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધી 13 લાખથી પણ વધારે કોરોનાના મામલા સામે આવી ચુક્યા છે.

રિપોર્ટ પ્રમાણે અધિકારીઓ જાણકારી આપી છે કે 8.30 વાગે ઓક્સિજનનું પ્રેશર નીચે પડવાનું શરૂ થઇ ગયું હતું. એના પહેલા સપ્લાય બીજી વાર શરૂ થઇ શકતો થોડી જ મિનિટોમાં દર્દીઓના મોત થઇ ગયા. જેનાથી નારાજ પરિવારજનો આઇસીયુમાં ઘુસી ગયા. આ દરમિયાન તેમને ઘણા ટેબલ પલ્ટી નાખ્યા અને ઉપકરણોને નુકશાન પહોચાડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે આઇસીયુમાં હાજર નર્સ અને ડોક્ટર પોતાની સુરક્ષા માટે ત્યાંથી ભાગી ગયા અને પોલીસ આવવા ઉપર તે પરત આવ્યા.

Niraj Patel