106 વર્ષની આ અમ્મા છે કોણ ? જેની સામે PM મોદી માથુ નમાવી રહ્યા છે, જાણો દિલચસ્પ કહાની

પીએમ મોદીના માથા પર હાથ…106 વર્ષની ‘કિસાન અમ્મા’એ બનાવ્યુ આવી રીતે મુકામ, વાંચીને તમે પણ કરશો સલામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ફેસબુક પેજ પર એક વૃદ્ધ મહિલાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ એ મહિલા સામે માથુ નમાવી ઊભા છે અને આશિર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. ગુરૂવારે પીએમ મોદી કોયંબતૂરમાં હતા અને આ વચ્ચે 106 વર્ષની અમ્મા સાથે પીએમ મોદીની તસવીર ઘણી ચર્ચામાં રહી હતી.

Image source

વર્ષ 1914માં જન્મેલી પપ્પામ્મલ તમિલનાડુમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમને રાજ્યમાં ઓર્ગેનિક ખેતીની પ્રણેતા માનવામાં આવે છે અને તેઓ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. આ ઉંમરે પણ તેઓ પોતાની 2.5 એકર ખેતરમાં દરરોજ કામ કરે છે.

આ ઉંમરે પણ તેઓ દરરોજ ખેતી કરે છે. તેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે અને જયારે તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરી કહ્યુ હતુ કે, ઉંમર માત્ર એક સંખ્યા છે. પપ્પામ્મલ ઓર્ગેનિક ખેતીમાં લિજેન્ડ છે. તેઓ થેકમપટ્ટીમાં ખેતરમાં કામ કરે છે. તે બાજરી, દાળ અને શાગભાજીને 2.5 એકરમાં ઉગાવે છે. તે પ્રોવિઝન સ્ટોર સાથે ઈટરી પણ ચલાવે છે.

Image source

ધ હિન્દુના એક રિપોર્ટ અનુસાર પપ્પામ્મલ ડીએમકેની સભ્ય છે અને એમ. કરૂણાનિધિની મોટી પ્રશંસક છે.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન મોદીએ આ સપ્તાહ પહેલા પણ રાજ્યની મુલાકાત લીધી હતી.

Shah Jina