...
   

કોરોનામાં હકારાત્મક ખબર: એકવાર નહિ બે વાર કોરોના સામે જંગ જીતી ગયા આ 104 વર્ષના માજી, તો હોસ્પિટલે કર્યું આ રીતે અભિવાદન

કોરોના મહામારી દુનિયાભરમાં ફેલાઈ રહી છે. કોરોનાના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ લાખો લોકો કોરોના સામેની જંગ લડી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે જ એક હકારત્મક ખબર સામે આવી છે.

કારમેન હર્નાન્ડેઝ નામની એક 104 વર્ષની વૃદ્ધ મહિલાએ કોરોનાને હરાવી દીધો છે. કોલંબિયાની રહેવા વાળી આ વૃદ્ધાએ એકવાર નહિ પરનૌટ બે વાર કોરોનાને હરાવ્યો છે. જેની ઘટના ખુબ જ ચર્ચામાં છે.

એબીસી ન્યુઝ દ્વારા આ વૃદ્ધ મહિલાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કારમેન લઈને હોસ્પિટલનો સ્ટાફ જઈ રહ્યો છે અને બાકીનો સ્ટાફ ઉભા થઇ અને હરમેન માટે તાળીઓ વગાડી રહ્યો છે. લોકો તેમની હિંમત પણ વધારી રહે છે.

હરમેન 21 દિવસ સુધી હોસ્પિટલમાં રહી. તેમનો આ વીડિયો બીજા લોકોને પણ ખુબ જ હિંમત આપી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

કારમેન આ પહેલા ગયા વર્ષે જૂનમાં પહેલીવાર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે પણ તેમને કોરોનાને હરાવ્યો હતો. તેમની સારવાર કરી રહેલા ડોક્ટર્સે જણાવ્યું કે પહેલા તેમની સારવાર ઘરમાં જ ચાલી રહી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ લાવવાં આવ્યા. અહીંયા તેમની સારવાર કરવામાં આવી અને તે હવે ઠીક છે જેના કારણે તેમને રજા આપી ઘરે મોકલવામાં આવ્યા.

Niraj Patel