સુરતમાં પાટીદારના દીકરાની જમાવટ… 100 લક્ઝુરિયસ કારમાં નીકળ્યો વરઘોડો, જોવા માટે ઉમટ્યા ટોળા, વાયરલ થયો વીડિયો

વાહ પટેલ વાહ… 100 લક્ઝુરિયસ કારમાં નીકળ્યો વરઘોડો… પણ વરરાજા પોતે બેઠો બળદગાડામાં, સૌરાષ્ટ્રની પરંપરાને રાખી જીવંત.. જુઓ વીડિયો

હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના આ માહોલ વચ્ચે ઘણા બધા એવા લગ્નની ખબરો સામે આવી રહી છે જેમાં ભવ્ય જાહોજલાલી પણ જોવા મળતી હોય છે અને આવા લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાઈ જતા હોય છે. જેને જોવાનું લોકો પણ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલ એવા જ શાહી લગ્નની ઝલક સુરતમાંથી જોવા મળી હતી. જ્યાં લગ્નમાં 5-10 નહિ પરંતુ 100-100 લક્ઝુરિયસ કાર જોવા મળી હતી. આ કાર એકથી એક ચડિયાતી બ્રાન્ડની હતી અને શહેરમાં જયારે વરરાજાનો વરઘોડો નીકળ્યો ત્યારે જોવા માટે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા.

આ શાહી લગ્ન હતા મોટા વરાછામાં આવેલા રીવળ પેલેસમાં રહેતા પ્રતીક વઘાસિયાના. ગત ગુરુવારના રોજ સાંજે 5 કલાકે તેમના નિવાસસ્થાન રિવર પેલેસથી 100 લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો ઉત્રાણમાં આવેલા એક પાર્ટીપ્લોટમાં પહોંચ્યો હતો. 2 કિલોમીટર સુધી યોજાયેલા આ વરઘોડામાં જબરદસ્ત જાહોજલાલી જોવા મળી હતી.

આ વરઘોડામાં ફેરારીથી લઈને બીએમડબ્લ્યુ, જેગુઆર, હમર જેવી 100 જેટલી લક્ઝુરિયસ કાર હતી. ખાસ વાત તો એ હતી કે વરરાજા આમાંથી એક પણ કારમાં સવાર નહોતા. પરંતુ સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર વરરાજા બળદગાડામાં સવાર થયા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ લગ્નના વીડિયો અને તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

ત્યારે આ મામલે વરરાજા પ્રતીકે જણાવ્યું હતું કે તેના લગ્ન માટે તેને નવસારી, મુંબઈ, અમદાવાદ, વલસાડ, સુરત સહિતના અનેક મહેમાનો અને મિત્રોને આમંત્રણ આપ્યું હતું. આ બધા જ તેના લગ્નમાં તેમની લક્ઝુરિયસ કાર લઈને આવ્યા હતા. જે તેમને લગ્નના વરઘોડા દરમિયાન સાથે રાખી અને આ અનોખો વરઘોડો જોવા મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત વરરાજા પ્રતીક માટે ખાસ બળદગાડું પણ તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રતીક કોઈ લક્ઝુરિયસ કારમાં નહિ પરંતુ બળદગાડામાં બેઠો હતો અને પરણવા માટે લગ્ન મંડપ સુધી પહોચ્ય હતો. બળદગાડાને દેશી ભરત અને ઝુલો અને વિવિધ પ્રકારના મોતીકામથી શણગારવામાં આવ્યું હતું.

Niraj Patel