ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીયોના નામ પર છે આ અજીબ રેકોર્ડ, PM નરેન્દ્ર મોદી પણ નથી રહ્યા બાકાત

PM નરેન્દ્ર મોદીના સૂટના રેકોર્ડ વિશે જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

ભારતીયોને રેકોર્ડ બનાવવો ઘણો સારો લાગે છે જો વાત તેમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની હોય તો આપણે ભારતીયો ત્યાં રાજ કરીએ છીએ. એકથી એક નાયબ રેકોર્ડ આપણે ભારતીયોએ પોતાના નામે કર્યા છે. તો, ચાલો જાણીએ.

1.સૌથી મોટી રોટલી : સૌથી મોટી રોટલી બનાવવાનો રેકોર્ડ જામનગરના દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના નામે છે. આ રોટલી 145 કિલોગ્રામની હતી.

2.સૌથી મોટો લડ્ડુ : વિશ્વમાં સૌથી મોટા લડ્ડુનો રેકોર્ડ પણ ભારતીયો પાસે છે, દુનિયાનો સૌથી મોટો લડ્ડુ આંધ્રપ્રદેશના પીવીવીએસ મલ્લિકાર્જુન રાવે બનાવ્યો હતો. તે 29465 કિલોગ્રામનો હતો.

3.દુનિયાની સૌથી નાની મહિલા : નાગપુરની રહેવાસી જયોતિ આમ્ગે દુનિયાની સૌથી નાની મહિલા છે. તેની લંબાઇ 2 ફૂટ 0.6 ઇંચ છે.

4.દુનિયાની સૌથી લાંબી મૂછો : શરાબી ફિલ્મનો એક ડાયલોગ છે. મૂંછો હોય તો નત્થુલાલ જેવી નહિ તો ના હોય, પરંતુ રાજસ્થાનના રામ સિંહ ચૌહાણના મૂંછ આગળ તો નત્થુલાલની મૂછો પણ પાણી ભરે છે. તેની લંબાઇ 14 ફૂટ છે, તેઓ 30 વર્ષોથી તેને વધારી રહે છે.

5.એક હાથ પર સૌથી લાંબા નખ : એક હાથ પર સૌથી લાંબા નખનો રેકોર્ડ શ્રીધર ચિલ્લલના નામ પર છે શ્રીધરના એક હાથના તેમણે નખ કાપવાના બંધ ત્યારે કર્યા હતા, જયારે તેઓ 14 વર્ષના હતા. છેલ્લે જયારે નખની લંબાઇ માપવામા આવી ત્યારે 29 ફૂટ 10.1 ઇંચ લંબાઇ હતી.

6.દુનિયાની સૌથી લાંબી પાઘડી : દુનિયામાં સૌથી લાંબી પાઘડી પહેરવાનો રેકોર્ડ પંજાબના પટિયાલાના અવતાર સિંહ મૌનીના નામ પર છે. તેઓની પાઘડી 642 મીટર લાંબી અને 45 કિલોની છે જેને પહેરવામાં તેમને લગભગ 6 કલાક લાગે છે.

7.દુનિયાની સૌથી મોટી બિરયાની : ખાવા-પીવામાં તો આપણે ભારતીયોને કોઇ પછાડી નથી શકતું. 60 સેફે મળીને 1200 કિલો બિરયાની બનાવી હતી. જે રેકોર્ડ આજ સુધી કોઇ તોડી શક્યુ નથી.

8.સૌથી વધારે મોંઘા વેચાતા સૂટ : દેશના પ્રધાનમંત્રી પણ રેકોર્ડ બનાવવામાં કેવી રીતે પાછળ રહી જાય. વર્ષ 2016માં જયારે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત આવ્યા હતા અને આ દરમિયાન જે સૂટ દેશના પ્રધાનમંત્રીએ પહેર્યો હતો તેની નીલામી થઇ હતી અને હીરા કારોબારી હિતેશ લાલજીભાઇ પટેલે સાડા 4 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. સરકારે સૂટની નીલામીના પૈસાને સ્વસ્છ ગંગા અભિયાનમાં ખર્ચ કરવાની વાત કહી હતી.

9.હર મિનિટે સૌથી વધારે કીડા ખાવાનો રેકોર્ડ : સાંભળવામાં થોડુ અજીબ છે પરંતુ સત્ય છે, આ રેકોર્ડ કોયમ્બતૂરના જોન પીટરે આ રેકોર્ડ બનાવ્યો છે. જોન નાસ્તામાં કેંચુઆ અને ડોસા ખાય છે. બપોરે તે દાળ અને પતંગા તો રાત્રે 10-20 ગરોળી ખાય છે.

10.નાકથી ટાઇપ કરવું : નાકથી ટાઇપ કરવું એ પણ સાંભળવામાં અજીબ લાગે છે. પરંતુ આ રેકોર્ડ આપણા ભારતીય નાગરિકે જ બનાવ્યો છે. હૈદરાબાદના ખુર્શીદ હુસૈન દુનિયામાં નાકથી સૌથી વધુ તેજ ટાઇપિંગ કરે છે. તેમણે નાકથી 47 સેકન્ડમાં 103 કેરેક્ટર ટાઇપ કર્યા છે.

Shah Jina