લોકોને ડુંગર ઉપર દેખાયો 10 ફૂટ લાંબો એલિયન? માણસો જેવો દેખાનાર રહસ્યમયી જીવ જોઇ લોકોના ઉડ્યા હોંશ

અહીં ડુંગર ઉપર  પર 10 ફૂટ લાંબો એલિયન દેખાયો હોવાનો દાવો, મહિલાએ રેકોર્ડ કર્યો વીડિયો

બ્રાઝિલના એક દ્વિપ પર પહાડીની ટોચ પર બે માનવ જેવા જીવોને દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આનાથી પૃથ્વી પર એલિયન્સના આગમન અંગે ચર્ચા જાગી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ જીવો 10 ફૂટ લાંબા હતા અને દક્ષિણપૂર્વ બ્રાઝિલના દરિયાકાંઠે ત્રણ કિલોમીટરથી વધુ દૂર આવેલા ટાપુ ઇલ્હા ડો મેલમાં જોવા મળ્યા હતા. પહાડીની ટોચ પર તેમની હાજરીએ સ્થાનિકોમાં હલચલ મચાવી દીધી, જેમણે કહ્યું કે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું, કારણ કે ઝાડીઓ મુશ્કેલીથી તેમના ઘૂંટણ સુધી પહોંચે છે.

10 ફૂટ લાંબો એલિયન

અહેવાલ અનુસાર, પ્રાણીઓને માણસોની જેમ તેમની બાહો ફરાવતા જોવામાં આવ્યા હતા, પરંતુ સાક્ષીઓને ખાતરી થઈ ન હતી કે તેઓ માણસો છે. પહાડીઓની આટલી ઊંચાઈ સુધી પહોંચવું બિલકુલ શક્ય ન હતું, પરંતુ પહાડી પર ઉભેલા તે બે જીવો હાથ હલાવી રહ્યા હતા. આ રહસ્યમય જીવો પહાડ પર જાણે માનવીઓ પર નજર રાખી રહ્યા હોય તેમ ઉભા હતા. સોશિયલ મીડિયા પર જોવા મળતા આ રહસ્યમય જીવોને 10 ફૂટ ઊંચા એલિયન્સ કહેવામાં આવી રહ્યા છે.

આ પહેલા પણ બ્રાઝિલમાં એલિયન્સ દેખાયા હોવાનો દાવો

જણાવી દઈએ કે બ્રાઝિલમાં આ પહેલા પણ ઘણી વખત લોકો એલિયન્સ જોયા હોવાનો દાવો કરી ચૂક્યા છે. વર્ષ 1996માં વર્ગિન્હામાં યુએફઓ જોયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. બ્રાઝિલના ઈતિહાસમાં પહેલીવાર ઈલ્હા ડો મેલ વિસ્તારમાં એલિયન્સ દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે યુએફઓ એક્સપર્ટે કહ્યું કે તેઓ આમાં સારા ડાલેટી તરફથી કહેવામાં આવેલી કહાની પર વિશ્વાસ કરતા નથી.

Shah Jina