પાર્કિગમાં ગાડીની નીચે છુપાયેલો હતો 10 ફૂટ લાંબો મગર, વીડિયો જોઈને તમારી આંખો ફાટી રહી જશે

ઘરની અંદર એક નાની એવી ગરોળી નીકળી તો આપણે ડરી જતા હોઈએ છીએ, પરંતુ જો તમારી ગાડીની નીચેથી 10 ફૂટ લાંબો મગર નીકળે તો ? આવી તો કલ્પના પણ ના કરી શકાય, પરંતુ આ હકીકત બની છે.

આ ઘટના બની છે અમેરિકાના ફ્લોરિડામાં. જ્યાં મગર દેખાવવા સામાન્ય બાબત માનવામાં આવે છે. પરંતુ કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે મગર પાર્કિંગમાં ગાડીની નીચે આવીને બેસી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

રિપોર્ટ પ્રમાણે આ મામલો ફ્લોરિડાના ટમ્પા શહેરનો છે. જ્યાં એક 10 ફૂટ લાંબા મગરને પાર્કિંગમાં ઉભેલી કારની નીચે જોઈને લોકોમાં હડકંપ મચી ગયો હતો. એબીસીના રિપોર્ટ પ્રમાણે આ ઘટના એક એપાર્ટમેન્ટના કોમ્લેક્સની છે. જયારે સ્થાનિક લોકોએ મગરને જોયો તો તેમને મામલાની સૂચના તરત જ સંબધિત અધિકારીઓને આપી દીધી.

આ મામલાની જાણ થતા તરત જ “હિલ્સબોરો કાઉંટી શેરીફ અફીસ”ના ઓફિસર ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને મગરને શોધી લીધો. જયારે તેમને તેને માપ્યો ત્યારે તેની સાઈઝ 10 ફૂટ 2 ઇંચ મળી આવી.  જુઓ તમે પણ આ મગરનો વાયરલ વીડિયો.

Niraj Patel