ભાવનગરમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, રમકડામાં થયો બ્લાસ્ટ- એક બાળકનું મોત અને એક બાળકને ગંભીર ઇજા

મહેરબાની કરીને માતા-પિતા ચેતજો.! ભાવનગરમાં રમકડામાં બ્લાસ્ટ થતાં 1 બાળકનું મોત, જાણો કેમ બની ઘટના

Bhavnagar Firecracker Blast : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. પણ હાલમાં ભાવનગરના ચિત્રા વિસ્તારમાંથી ખૌફનાક કિસ્સો સામે આવ્યો, જેમાં રમકડામાં બ્લાસ્ટ થતા એક બાળકનું મોત થયું જ્યારે એક બાળકને ગંભીર ઈજા થઈ. દારૂખાનું ભરેલ રમકડામાં બ્લાસ્ટ થતા આ દુર્ઘટના બની હતી.(તસવીરો સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી)

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજનગર પાછળ આવેલ ઇમ્તીયાઝભાઇ કુરેશીના મકાનમાં તેમનો 9 વર્ષનો પુત્ર રેહાન અને 13 વર્ષનો જુનેદ જમાલભાઇ ચૌહાણ બપોરના સમયે રમી રહ્યાં હતા ત્યારે અચાનક ફટાકડાનો બ્લાસ્ટ થતાં બંનેને ઇંજા પહોંચી હતી. જો કે, ઘટના બનતા ઘરના અને આસપાસના લોકો તરત જ ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જો કે, ત્યાં તબીબોએ જુનેદને મૃત જાહેર કર્યો અને રેહાનની ગંભીર ઇંજાને પહેલા ઘનિષ્ઠ સારવાર શરૂ કરાઇ. ઘટનાની જાણ થતા જ બોરતળાવ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ફટાકડા ફોડતી વખતે આ બનાવ બન્યો હતો. એવું કહેવાય છે કે, સરકારી ગોડાઉન પાસેના વિસ્તારમાં આ ઘટના ઘટી, જ્યાં દારૂખાનું ભરેલા રમકડા પડ્યાં હતા અને એકાએક બ્લાસ્ટ થતાં જુનેદનું મોત થયુ અને રેહાનને ગંભીર ઈજા પહોંચી.

Shah Jina