પોતાના રિસેપશનમાં કેક કાપતા પહેલા રોમાન્ટિક થયા સોનાક્ષી અને ઝહીર, દબંગ ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સોનાક્ષી અને ઝહિરે કેક કાપતા પહેલા કર્યો રોમાન્ટિક ડાન્સ, જુઓ કપલનો દિલ જીતી લેનારો અંદાજ

Sonakshi Sinha And Zaheer Iqbal Dance : બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. આ યુગલે આગલા દિવસે એટલે કે 23મી જૂને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી છે. જો કે તેમના લગ્ન બાદ મુંબઈમાં જ ભવ્ય રિસેપ્શન પણ યોજાયું હતું. જેમાં સલમાન ખાન, કાજોલ, રેખા, અદિતિ રાવ હૈદરી જેવી બોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો.

આવી સ્થિતિમાં સોનાક્ષી અને ઝહીરના લગ્નના રિસેપ્શનના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત સામે આવી રહ્યા છે. જેમાં નવવિવાહિત કપલ ​​તેમના જીવનના આ ખાસ દિવસને ફુલહારથી સેલિબ્રેટ કરતા જોવા મળે છે. આ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલ કેક કાપતી વખતે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે.

અભિનેત્રીએ તેની રિસેપ્શન પાર્ટીમાં લાલ સાડી પહેરી હતી. પરંતુ પાર્ટી દરમિયાન તેણે તેને બદલીને સૂટ પહેર્યો હતો. જોકે, આ રેડ કલરના હેવી વર્ક અનારકલી સૂટમાં અભિનેત્રી એકદમ સુંદર લાગી રહી છે. સામે આવેલા આ વીડિયોમાં સોનાક્ષી અને ઝહીર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

કેક કાપતા પહેલા બંનેએ દબંગ ફિલ્મના ગીત ‘મસ્ત-મસ્ત દો નૈન’ પર રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. જેના બાદ તેમને કેક કાપી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આ ગીત ખરેખર સોનાક્ષીને જ સૂટ કરે છે.

લોકો બંનેને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ઘણા લોકો આ લગ્નને લઈને નારાજ પણ દેખાય છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ જોવા મળી રહી છે, જેને શેર કરીને લોકોએ ઝહીરના લગ્નનો વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે શત્રુઘ્ન સિન્હાની દીકરીને બિહારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel