આ શું થઇ રહ્યું છે ? પહેલા વેફરમાં નીકળ્યો મરેલો દેડકો તો હવે ચવાણાના પેકેટમાંથી મળી મૃત ગરોળી, વીડિયો વાયરલ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

વેફર પેકેટમાંથી મૃત દેડકા બાદ બનાસકાંઠામાં ચવાણાંના પેકેટમાંથી નીકળ્યું આ ખતરનાક જાનવર, હોંશ ઉડશે હોંશ, જુઓ નીચે

Dead lizard in Namkin : ગુજરાત સમેત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, કોઈ જગ્યાએ હોસ્ટેલના જમવામાં સાપ આવે છે, તો આઈસ્ક્રીમમાં માનવ આંગળી અને કાનખજૂરા મળી આવે છે, તો થોડા દિવસ પહેલા જ અમદાવાદના એક રેસ્ટોરન્ટના સંભારમાંથી ઉંદર મળી આવ્યો હતો. તો જામનગરમાં વેફરના પેકેટમાં મૃત દેડકો પણ મળી આવવાની ઘટના સામે આવી હતી.

અને હજુ પણ આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે હાલ એક ઘટના થરાદમાંથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ખરીદેલા ચવાણાના પેકેટમાંથી મૃત ગરોળી મળી આવતા હોબાળો મચી ગયો છે. આ મામલે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરતા તપાસ પણ હાથ ધરાવવામાં આવી છે. ગ્રાહકે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી કંપનીઓના સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

હાલ આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાવર સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બની છે થરાદ તાલુકના કરબુણ ગામમાં. જ્યાં રહેતા વિરમાજી રાજપૂતે 10થી 15 દિવસ પહેલા પોતાના બાળકો માટે આનંદ નમકીનના બે પેકેટ નાસ્તા માટે લાવ્યાહ તા. છેલ્લા બે ત્રણ દિવસથી છોકરાઓને નાસ્તો કરતા ઝાડા ઉલ્ટી જેવું લાગતું હતું, જેના બાદ તેમને એક્સપાયરી ડેટ ચેક કરી, પરંતુ તે પણ બરાબર હતી.

જેના બાદ તેમને આખું પેકેટ ઠાલવીને જોતા અંદરથી એક મૃત ગરોળી ભરાયેલી નીકળી હતી. આ બાબતે તેમને કંપનીને જાણ કરતા એવું કહેવામાં આવ્યું કે તેમના પેકેટમાં આવું કઈ ના હોય, તમે કઈ કર્યું હોય તો તમે જાણો. જેના બાદ વિરમાજીએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કર્યો, અને ત્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કર્યા બાદ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel