અમેરિકામાં વધુ એક ગુજરાતની કરી દેવામાં આવી હત્યા, નાની એવી વાતમાં માર્યો એવો મુક્કો કે ઘટના સ્થળે જ થયું મોત, જુઓ વીડિયો

અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિકની નિર્દયતાથી હત્યા, યુવકને કચરો ઉઠાવવાનું કહેતા થઈ હતી ઉગ્ર માથકુટ, જુઓ વીડિયો

Murder of a Gujarati in America : વિદેશની અંદર ભારતીયોની હત્યાના એક પછી એક મામલાઓ સામે આવતા રહે છે. ઘણા ગુજરાતીઓ પણ વિદેશમાં રહેતા હોય છે અને ઘણીવાર લૂંટના કે કોઈ અન્ય કારણોસર હત્યા કરી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એવી જ એક હત્યાનો બનાવ અમેરીકામથી સામે આવ્યો છે, જ્યાં એક નજીવી બાબતને લઈને એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી, આ ઘટનાનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નજીવી બાબતે થયેલી દલીલબાજી બાદ એક સ્થાનિક વ્યક્તિએ ભારતીય વ્યક્તિ પર હુમલો કર્યો અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું. મૃતક મૂળ નવસારીના રહેવાસી હતા. તેમનું નામ હેમંત મિસ્ત્રી જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, હેમંત મિસ્ત્રી અમેરિકામાં ઓક્લાહોમા સિટી મોટેલ ચલાવતા હતા, ઘટનાના દિવસે તેની સ્થાનિક વ્યક્તિ સાથે કચરો ઉપાડવાને લઈને ઝઘડો થયો હતો.

થોડીવાર વાત કર્યા બાદ સ્થાનિક વ્યક્તિએ ભારતીય વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આરોપીએ હેમંતના ચહેરા પર જોરથી મુક્કો માર્યો, જેના કારણે તે બેભાન થઈ ગયા.  જણાવવામાં આવ્યું હતું કે હેમંતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કાર્ય હતા. હેમંતના મૃત્યુના સમાચાર સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. અમેરિકાથી નવસારી સુધી શોકનું મોજું ફરી વળ્યું હતું.

મુક્કો મારનાર વ્યક્તિનું નામ રિચર્ડ લેવિસ હોવાનું કહેવાય છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ લડાઈ અને મારામારીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં હેમંતને એક પુરુષ સાથે ઝઘડો કરતો જોઈ શકાય છે. દરમિયાન અચાનક રિચાર્ડ લુઈસે હેમંતના ચહેરા પર મુક્કો માર્યો હતો. જેના કારણે હેમંત તરત જ નીચે પડી ગયો અને બેભાન થઈ ગયો. હેમંતને એટલી ઈજા થઈ હતી કે તે ફરી ઊઠી શક્યો ન હતો, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Niraj Patel