દીકરાના લગ્નનું આમંત્રણ આપવા બાબા વિશ્વાસનાથના મંદિરમાં પહોંચ્યા નીતા અંબાણી, 5 સ્ટાર હોટલ છોડી સામાન્ય દુકાનમાં માણ્યો ચાટનો ચટાકો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

દુકાનમાં બેસીને નીતા અંબાણીએ ખાધી ટામેટા ચાટ અને આલુ ટિક્કી, બાબા વિશ્વનાથને દીકરાના લગ્નનું કાર્ડ આપવા પહોંચી હતી વારાણસી

Nita Ambani Invited Baba Vishwanath : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, જેના માટે અંબાણી પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી સોમવારે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે તેમના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ બાબા વિશ્વનાથના ચરણોમાં મૂક્યું.

તેમણે જણાવ્યું કે તે લગ્નનું આમંત્રણ પત્ર લઈને કાશી વિશ્વનાથ બાબા પાસે આવી છે. નીતા અંબાણીએ કહ્યું કે તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે તેમને વારાણસી અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવાની તક મળી છે. આ દરમિયાન તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી નીતા અંબાણી કાશીની એક નાની રેસ્ટોરન્ટમાં બેસીને કાશી ચાટની મજા લેતા જોવા મળ્યા હતા.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કરોડોની માલકીન એક નાનકડી રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની ચાટની મજા લેતી જોવા મળે છે. એટલું જ નહીં, નીતાને અહીંની ચાટ એટલી પસંદ આવી કે તેણે દુકાનદારને તેની રેસિપી પણ પૂછી. વીડિયોમાં નીતા દુકાનદારને ચાટ કેવી રીતે બનાવવી તે પૂછે છે, જેના પર દુકાનદાર જવાબ આપે છે કે આ ચાટ તવા પર બને છે. આ પછી નીતા પૂછે છે કે તેમાં બધું શું નાખ્યું છે, જેના પર દુકાનદાર કહે છે કે તેમાં ઘણી વસ્તુઓ છે અને તેમાં લોટ પણ નાખ્યો છે. પછી નીતા ખાવાનું શરૂ કરે છે અને ચાટના ખૂબ વખાણ પણ કરે છે.

નીતા અંબાણીના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં નીતાની આ અનોખી સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. કાશી વિશ્વનાથ મંદિરથી નીકળ્યા બાદ નીતા અંબાણી ગંગા આરતી જોવા દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અગાઉ 2014માં નીતા અંબાણી પોતાનો જન્મદિવસ ઉજવવા દશાશ્વમેધ ઘાટ પર આવી હતી. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel