USAમાં મોટેલ ચાલવતા નવસારીના વૃદ્ધની જાહેરમાં જ કરી દેવામાં આવી હત્યા, ઘટનાનો વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Hemant mistry murder in USA : છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ભારતીયોની હત્યાના એક પછી એક મામલો સામે આવતા હોય છે. ત્યારે હાલ અમેરીકામાંથી એક ગુજરાતની હત્યા થઇ હોવાની ઘટનાએ ચકચારી મચાવી દીધી છે. સામાન્ય કચરો ઉઠાવવા જેવી બાબતને લઈને થયેલી માથાકૂટમાં મૂળ નવસારી અને અમેરિકામાં મોટેલ ચલાવતા વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી, જેનો વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નવસારીના બીલીમોરાના વતની અને અમેરિકાના ઓક્લાહો શહેરમાં મોટેલ ચાલવતા હેમંત મિસ્ત્રીને કચરો ઉઠાવવા જેવી સામાન્ય બાબતને લઈએં સ્થાનિક રિચર્ડ લેવિસ નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઇ ગઈ હતી. આ માથાકૂટ એટલી વધી ગઈ આવેશમાં આવીને રિચર્ડે હેમંત મિસ્ત્રીને મુક્કો માર્યો હતો અને તેના કારણે તેમનો જીવ ચાલ્યો ગયો.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રિચર્ડ લેવિસ રોડ પર સામાન લઈને ઉભો છે, અને ત્યારે ત્યાં હેમંત મિસ્ત્રી પણ આવે છે અને તેને સામાન હટાવવા માટેનું કહે છે, પરંતુ આ દરમિયાન રિચર્ડ તેમની સાથે માથાકૂટ કરતો જોવા મળે છે અને થોડી જ વારમાં તે હેમંત મિસ્ત્રીને એક જોરદાર પંચ મારે છે જેનાથી તેઓ રોડ પર જ ઢળી પડે છે.

હેમંત મિસ્ત્રીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવૅ છે, પરંતુ ત્યાં હાજર ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ઓક્લાહો પોલીસે ગુન્હો નોંધી આરોપીને હોટલામાતી દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનાને લઈને હેમંત મિસ્ત્રીના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel