રાજકોટ અગ્નિકાંડમાં નવો અને મોટો ખુલાસો, ગેમઝોનવાળાએ આ રીતે શોધી હતી છટકબારી, જાણો

ગઈકાલે રાજકોટના ગેમઝોન બનેલી દુર્ઘટનામાં મોતનો આંકડો 28 પર પહોચ્યો છે. પણ દુઃખદ વાત છે કે આ આંકડો હજુ વધી શકે છે. જો ગેમઝોનના સંચાલકોએ લાપરવાહી દાખવી ન હોત તો આજે આ બધા જીવતા હોત. રાજકોટની ગોઝારી દુર્ઘટના મામલે અંતે FIR દાખલ કરવામાં આવી છે.

યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCધારા 304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવમાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે.

રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે. ગેમિંગ ઝોનમાં આવનારા લેખિત પાસેથી બાંહેધરી લઈ લેવાતી હતી કે, કે કોઈપણ ઘટના કે કંઈપણ બને, ગેમિંગ ઝોન સંચાલકોની કોઈ જવાબદારી નહીં રહે.

હાલ જ આ મામલે નવી અપડેટ આવી છે જેમાં એક બાળકની હિંમત કાબેલીદાદ રહી છે. જે જગ્યાએ 28 લોકોના જીવ ગયા ત્યાં એક બાળક જીવ બચાવીને ભાગ્યો હતો. ન ફક્ત તે પોતે પરંતુ બીજા લોકોને પણ તેણે બચાવ્યા હતા. રાજકોટના બનાવ બાદ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેમણે પણ આ બાળક સાથે વાતચીત કરી હતી.

આ પ્રત્યક્ષદર્શી બાળકે પોતાની આપવીતી મુખ્યમંત્રીને જણાવી હતી. આ બાળકે સીએમને વાત કરતા જણાવ્યુ કે, ‘નીચે આગ લાગી હતી તો અમે નીચે આવ્યા હતા. અમે રોલિંગ કરતા હતા અને અન્ય લોકો પણ અમારી સાથે હતા. નીચે એન્ટ્રી, એક્ઝિટ એક જ હતા.’

YC