ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો 😋રેસિપી: આ શ્રાવણ માસમાં બનાવો ઝટપટ બની જતો ફરાળી હાંડવો

હેલો ફ્રેન્ડસ,
આ શ્રાવણ માસમાં બનાવો ઝટપટ બની જતો ફરાળી હાંડવો 😋 જે એકદમ સરળ છે બનાવવામાં… 😊 તો લખી લો આની સ્ટેપ બાય સ્ટેપ રેસિપિ ❤😋😍

બનાવવા માટેની સામગ્રી :

 • 1 કપ મોરૈયો
 • 1/4 કપ સાબુદાણા
 • 500 મિલિ છાશ
 • 1 વાટકી ઝીણી સમારેલી લીલી કોથમીર
 • 2 ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં
 • 1 ચમચી આદુ ની પેસ્ટ
 • અડધી ચમચી હળદર પાઉડર
 • અડધી ચમચી બેકિંગ સોડા
 • મીઠું સ્વાદ મુજબ

તડકા માટે :-

 • 3 ચમચી તેલ
 • 2 લાંબા સમારેલા લીલા મરચાં ( સ્લાઇસ કરેલા)
 • 1 ચમચી તલ
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી મીઠો લીમડો

સર્વ કરવા માટે :-
લીલી ચટણી

બનાવવા માટેની રીત :- ૧.સૌ પ્રથમ એક મિક્સર જાર લો અને તેમાં 1 કપ મોરૈયો અને 1/4 કપ સાબુદાણા નાખીને તેને દળ દળું પીસી લો. અને તેનો કકરો લોટ તૈયાર કરો.
( ધ્યાન રાખવું કે એને પાઉડર સ્વરૂપ માં ના રાખવું. )

૨.ત્યાર બાદ એક બાઉલ લો અને તેમાં આ તૈયાર કરેલો લોટ નાખો. પછી તેમાં એક વાટકી જેટલી છાશ નાંખો. અને ખીરું જેવું બનાવો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે છાશ નાખતા જાઓ.. અને ઈડલી નું ખીરું બને તેમ બનાવો.
( ધ્યાન રાખવું કે ખીરું ખૂબ જાડું કે પાતળું ના હોવું જોઈએ. અને આ ફરાળી હાંડવા માટે મેં મીડિયમ ખાટી છાશ લીધી છે, પણ જો તમે મોળી છાશ નો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દેવો.)

૩.ત્યાર બાદ તેમાં 1 વાટકી ઝીણી સમારેલી લીલી કોથમીર, 2 ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુ ની પેસ્ટ, અડધી ચમચી હળદર પાઉડર અને જરૂર મુજબ મીઠું નાંખી ને બરાબર મિકસ કરી લો. અને આ મિશ્રણ ને ૧૫ મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મુકીશું.
( જો તમે ઉપવાસ માં દુધી અને ગાજર ખાતાં હોવ તો આ મિશ્રણ માં તમે છીણેલી દુધી અને છીણેલું ગાજર પણ નાખી શકો છો.)

4.પંદર મિનિટ થયા બાદ આ હાંડવા ના મિશ્રણ માં અડધી ચમચી બેકિંગ સોડા નાખો અને બરાબર મિકસ કરી લો.
હાંડવા નું મિશ્રણ તૈયાર છે.

5.ત્યાર બાદ એક પેન લો. અને તેમાં 2 ચમચી તેલ નાંખો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી તલ, 1 ચમચી જીરું, 2 લાંબા સમારેલા લીલા મરચાં અને 1 ચમચી મીઠો લીમડો નાખો અને થોડી વાર તતડવા દો.

6.ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું હાંડવા નું મિશ્રણ નાખો અને તેને ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર 15 મિનિટ સુધી કુક થવા દો.

7.પંદર મિનિટ થયા બાદ તેને ફેરવી દો અને બીજી સાઈડ ને પણ 5-7 મિનિટ સુધી કુક થવા દો.( ધ્યાન રહે કે હાંડવા બનાવતી વખતે ગેસ ની આંચ ધીમી હોવી જોઈએ.)

તો તૈયાર છે ઝટપટ બની જાય તેવો અને શ્રાવણ માસમાં ખવાય એવો ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો 😋 તમે તેને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

તમે ઘરે અચૂક થી બનાવજો આ ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો.. જે ખૂબ જ સરળ છે અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ.. 😊

તો રાહ કોની જુઓ છો?
બનાવો શ્રાવણ માસમાં આ ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો.. અને મને કેહજો જરૂર કે તમને આ રેસિપિ કેવી લાગી..?😋😊🙏

Reciep : Suchita Jaiswal GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!