કેબમાં OTP આપીને બેઠેલી યુવતીએ કેબ ડ્રાઈવરને પૂછી લીધું એવું કે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ડ્રાઈવર, વાયરલ થયો વીડિયો

કેબમાં બેઠેલી છોકરીએ ડ્રાઈવરને પૂછી લીધો એવો સવાલ કે જાગી ઉઠ્યું યુવકનું દુઃખ અને ફાસ્ટ ગાડી ચલાવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, છોકરીના થયા એવા હાલ કે… જુઓ વીડિયોમાં

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

cab driver started crying : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ તથા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે પેટ પકદીને હસાવે છે, તો ઘણીવાર એવા વીડિયો પણ સામે આવે છે જે હેરાન પણ કરી દે છે, હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેબમાં બેઠેલી એક છોકરીના સવાલ પર કેબ ડ્રાઈવર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરી કેબમાં બેસે છે અને કેબ ડ્રાઈવરને OTP કહે છે. આજેના બાદ છોકરીએ કેબ ડ્રાઇવરને મ્યુઝિક વગાડવાનું  કહ્યું. આના પર યુવક જવાબ આપે છે કે નથી. છોકરી પૂછે છે કે તમે ફુલ ટાઈમ આ કામ કરો છો ? યુવક જવાબ આપે છે કે હા, છોકરી અટકતી નથી અને આગળ પૂછે છે, શું તમને આ કામ ગમે  છે? યુવક કહે છે કે તેને કંઈ ગમતું નથી.

યુવતી ત્યાં અટકતી નથી અને કહે છે કે તમારે પોતાનું ગમતું કામ કરવું જોઈએ, આ પછી, યુવક રડવાનું શરૂ કરે છે અને કહે છે કે તે મને છોડીને ચાલી ગઈ. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે યુવકનું હાલમાં જ બ્રેકઅપ થઈ ગયું છે. પછી યુવક કારને સ્પીડમાં જવા દે છે અને પાછળ બેઠેલી છોકરી ગભરાઈ જાય છે. છતાં યુવક રોકાતો નથી અને રડતા રડતા કાર ચલાવે જાય છે.

પોસ્ટના કેપશનમાં લખ્યું છે હજુ “હેરાન કરો પુરુષને “આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. ઉપરાંત ઘણા લોકોએ આ વીડિયોને લઈને કોમેન્ટ પણ કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે ભાઈને હવે રડાવ્યો છે તો શાંત પણ કરો, તો કોઈ કહી રહ્યું છે કે આ ભાઈને ન્યાય મળવો જોઈએ.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel