...
   

તારક મહેતાનો સોઢી તો પાછો ઘરે આવી ગયો પરંતુ TMKOCનો આ ગુજરાતી કલાકાર પણ છે લાપતા, છેલ્લા 9 વર્ષથી ઘરે નથી આવ્યો

તારક મહેતા નો સોઢી જ નહીં આ અભિનેતા પણ છે ગાયબ, છેલ્લા 9 વર્ષ થી ઘરે નથી આવ્યો પરત, માતા ની થઇ છે આવી હાલત- જાણો સમગ્ર મેટર

Actor Vishal Thakkar Missing : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસ્ટર સોઢી તરીકે ફેમસ થયેલા ગુરુચરણ સિંહના ગુમ થવાથી બધાના દિલ હચમચી ગયા છે. છેલ્લા 25 દિવસથી ગુરુચરણ સિંહ લાપતા હતો અને અને તે પોતાના ઘરે પરત આવી ગયો છે, જેના બાદ તારક મહેતાં ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગુરુચરણ સિંહ જેવી જ ઘટના વર્ષ 2015માં એક અભિનેતા સાથે બની હતી, જેનું ઠેકાણું હજુ સુધી જાણી શકાયું નથી.

આ અભિનેતાનું નામ છે વિશાલ ઠક્કર. જે મૂળ ગુજરાતી છે.  તેને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘ટેંગો ચાર્લી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. યોગાનુયોગ, વિશાલ ઠક્કર પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ હતો. આમાં તે ગોકુલધામ સોસાયટીના ડાન્સ ટીચરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 9 વર્ષ પહેલા એ રાત્રે જ્યારે વિશાલ ઠક્કર ઘરની બહાર નીકળ્યો ત્યારે પરિવારના સભ્યોને ખ્યાલ નહોતો કે તેઓ તેમના પુત્રને છેલ્લી વાર જોઈ રહ્યા છે.

જેના બાદ તે ક્યારેય ઘરે પરત ફર્યો નથી. આજે 9 વર્ષ થઈ ગયા છે, પરંતુ વિશાલ ઠક્કરના કોઈ સમાચાર નથી. તેના ઠેકાણા વિશે ભૂલી જાઓ, પરિવારને પણ ખબર નથી કે પુત્ર હજી આ દુનિયામાં છે કે નહીં. આખરે વિશાલ ઠક્કરનું શું થયું? તે રાત્રે તે અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? કોઈને કંઈ સમજાયું નહીં અને મા હજી અફસોસ કરી રહી છે કે કાશ! તે દિવસે તે તેના પુત્ર સાથે ગઈ હોત. તે 31મી ડિસેમ્બર હતી અને વર્ષ 2015 હતું…જ્યારે વિશાલ ઠક્કરે તેની માતાને થિયેટરમાં તેની સાથે મૂવી જોવા આવવા કહ્યું હતું. પરંતુ માતાએ ના પાડી.

જ્યારે તેની માતા ન ગઈ ત્યારે તે દિવસે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ વિશાલે તેની માતા પાસેથી 500 રૂપિયા લીધા અને ફિલ્મ જોવા માટે ઘરેથી નીકળી ગયો. એ જ રાત્રે લગભગ 1 વાગે વિશાલે પપ્પાને મેસેજ કર્યો હતો કે તે પાર્ટીમાં જઈ રહ્યો છે અને કાલે આવશે. વિશાલ ફિલ્મ જોઈને પાર્ટીમાં ગયો હશે એવું વિચારીને પરિવારજનોને ચિંતા ના થઇ. પરંતુ બીજા દિવસે વિશાલ ઘરે પરત આવ્યો ન હતો..

વર્ષ 2019માં વિશાલ ઠક્કરની માતા દુર્ગાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે તેમનું દુઃખ શેર કર્યું હતું. ત્યારે તેમની ઉંમર 60 વર્ષની હતી. પુત્રના પરત આવવાની આશામાં દુર્ગાએ કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે મારા પુત્રનું શું થયું છે. ત્રણ વર્ષ થઈ ગયા, પરંતુ કેસ એક ઈંચ પણ આગળ વધ્યો નથી. તે સમયે પોલીસે જણાવ્યું હતું કે વિશાલ ઠક્કરને તેની ગર્લફ્રેન્ડે 1 જાન્યુઆરી, 2016ના રોજ લગભગ 11:45 વાગ્યે છેલ્લે જોયો હતો. ત્યાર બાદ તે રિક્ષામાં અંધેરીમાં શૂટિંગ માટે જઈ રહ્યો હતો. જે બાદ વિશાલ ઠક્કરનો ફોન બંધ આવવા લાગ્યો હતો.

Niraj Patel