Facebook ડાઉન થવાથી ઝકરબર્ગને થયું દર કલાકે 8700 કરોડ રૂપિયાનું નુકશાન

ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાના કારણે, તેના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તેમની નેટવર્થ 6 કલાકમાં જ 7 અબજ ડોલર (લગભગ 52,217 કરોડ રૂપિયા) ઘટી ગઈ અને તેઓ અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા. આ રીતે, ઝકરબર્ગની નેટવર્થમાં દર કલાકે લગભગ 116.66 કરોડ ડોલર (લગભગ 8700 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.

નોંધનીય છે કે ભારતીય સમય મુજબ સોમવારે રાત્રે 09 વાગ્યાની આસપાસ દરેક વ્યક્તિએ જોયું કે વિશ્વભરમાં ફેસબુકની તમામ સેવાઓ બંધ છે. ફેસબુકની સેવાઓ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, Verizon, At&t અને T Mobile જેવી અમેરિકન ટેલિકોમ કંપનીઓની સેવા પણ કલાકો સુધી ઠપ રહી હતી. નોંધનીય છે કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકની માલિકી હેઠળ આવે છે.

5 ટકા તૂટ્યા શેર : આ બધાને જોતા ફેસબુકના શેર યુએસ શેરબજારોમાં વેચવા લાગ્યા અને એક જ દિવસમાં તેની કિંમત 5 ટકા ઘટી ગઈ. સપ્ટેમ્બરના મધ્યથી શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે.

યાદીમાં 5માં સ્થાને પહોંચ્યા : બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 અબજ ડોલર થઈ ગઈ અને તે બિલ ગેટ્સની નીચે 5માં સ્થાને પહોંચી ગયા. અગાઉ તે આ યાદીમાં ચોથા સ્થાને હતો. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી તેની નેટવર્થ 19 અબજ ડોલર ઘટી છે.

નોંધનીય છે કે સોમવારે રાત્રે કેટલાક કલાકો સુધી સેવાઓ ખોરવાઈ હતી અને સવારે ભારતીય સમય પ્રમાણે થોડો સુધારો થયો હતો. સવારે 4 વાગ્યાની આસપાસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ, જે કેટલાક કલાકો સુધી વિક્ષેપિત રહી હતી તે ફરી શરૂ થઈ. ઇન્સ્ટાગ્રામ એપ ફરી કામ કરવા લાગી છે. આ અગાઉ, જ્યાં કોઈ નવુ કન્ટેન્ટ શો થતુ ન હતુ, હવે એપ ફરી કામ કરી રહી છે.

સેવાઓ ધીમે ધીમે પુન:સ્થાપિત થઈ : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક કલાકો સુધી ડાઉન રહ્યા પછી, એક પછી એક એપ્સ ફરી કામ કરવા લાગી. આ સિવાય ફેસબુકની અન્ય ઘણી સેવાઓ પણ અટકી પડી હતી. ન્યૂઝ એજન્સીએ માહિતી આપી હતી કે લગભગ છ કલાક સુધી ડાઉન રહ્યા બાદ આ એપ્સ ફરી આંશિક રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ડાઉન થવાથી તે સ્પષ્ટ થયું ન હતું કે તેની પાછળનું કારણ શું હતું. કેટલાક લોકોએ તેને સાયબર એટેક ગણાવ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે DNS સમસ્યા છે. તે જ સમયે, કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ આ બાબતે વાકેફ છે અને તેઓ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઝુકરબર્ગે શું કહ્યું? : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરી ઓનલાઈન થઈ ગયા છે. વિક્ષેપ માટે માફ કરશો. હું જાણું છું કે તમે જેની કેર કરોછો તેની સાથે જોડાયેલા રહેવા માટે તમે અમારી સેવાઓ પર કેટલો વિશ્વાસ કરો છો.

YC