આ વ્યક્તિના બે પગ ના હોવા છતાં પણ બંને હાથથી દોડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ભાવુક કરી દેનારી છે કહાની, જુઓ વીડિયો

એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, આપણે ઘણા એવા લોકોને જોયા છે જે દિવ્યાંગ હોવા છતાં પણ હાર નથી માનતા અને પોતાની મહેનત અને લગનથી કંઈક એવું કરીને બતાવે છે જેને આખી દુનિયા યાદ કરે છે, પોતાની કમજોરીને જ પોતાની તાકાત બનાવીને લડતા હોય છે અને એક આગવું નામ બનાવે છે. ત્યારે આજે અમે તમને એક એવા જ વ્યક્તિની કહાની જણાવીશું જેને બંને પગ ના હોવા છતાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

જિયોન ક્લાર્ક એક વિકલાંગ એથ્લેટ અને મોટિવેશનલ સ્પીકર છે. જિયોનના પગ ન હોવા છતાં માત્ર હાથના આધારે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાયેલું છે. જિયોનનો વીડિયો એટલો ભાવુક છે કે હિંમત જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે અને મનમાં કહેશો કે જો હિંમત હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે.

જિયોન ક્લાર્કે માત્ર પોતાના હાથથી સૌથી ઝડપી વીસ મીટર દોડીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે જીઓન ક્લાર્કે માત્ર 4.78 સેકન્ડમાં વીસ મીટરનું અંતર કાપ્યું હતું. આ માહિતી ખુદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આપવામાં આવી છે.

આ સંદેશ આપતા જિયોન ક્લાર્કે કહ્યું કે હું તે તમામ વિકલાંગ લોકો અથવા બાળકોને આ સંદેશ આપવા માંગુ છું કે તે ચોક્કસપણે થોડું મુશ્કેલ છે પરંતુ જો તમે જે ઈચ્છો તે તમારા હૃદયથી અને સંપૂર્ણ સમર્પણ સાથે કરી શકો છો. જિયોન ક્લાર્કે વધુમાં કહ્યું કે તમે વિકલાંગ હોવ કે ન હોવ, આ સંદેશ દરેક માટે સમાન રહેશે.

જિયોનનો જન્મ જિનેટીક ડિસઓર્ડરના કારણે પગ વગર થયો હતો. જો કે, તેણે બધી પ્રતિકૂળતાઓને પાછળ છોડી દીધી અને આજે એક પ્રો ફ્રી સ્ટાઇલ રેસલર બની ગયો છે. ક્લાર્ક કૌડલ રીગ્રેસન સિન્ડ્રોમથી પીડાય છે, એક એવી વિકૃતિ જે કરોડરજ્જુના નીચેના વિકાસને અવરોધે છે. દર 100,000 જન્મોમાંથી લગભગ પાંચમો ભાગ આ સ્થિતિથી પ્રભાવિત થાય છે.

નાની ઉંમરે જિયોનનો ઉછેર પાલક ગૃહમાં થયો હતો, પરંતુ પછી પાલક માતા કિમ્બર્લી દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. જીઓને આ પદ માટે ઘણી વખત મજાકનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે તેને તેના લક્ષ્યથી રોકી શક્યો નહીં. તેણે બીજા વર્ગથી જ એથ્લેટિક્સની શરૂઆત કરી અને કુસ્તીમાં તેનો રસ વધાર્યો.

Niraj Patel