જાણિતા અભિનેતા કાદર ખાનના બોલિવુડ અભિનેત્રી ઝરીન ખાન સાથે હતા આ સંબંધ, જાણો

દમદાર અભિનય, બુલંદ અવાજ અને સારા કોમેડિયન કાદર ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું એક અલગ મુકામ કાયમ કર્યુ છે. વર્ષ 2019ના પહેલા દિવસે ચાહકો એ સમયે સદમામાં ચાલી ગયા જયારે તેમને તેમના પસંદગીતા અભિનેતા કાદર ખાનના નિધનના સમાચાર મળ્યા. કેનેડાની હોસ્પિટલમાં કાદર ખાને તેમના જીવનના અંતિમ શ્વાસ લીધા.

કાદર ખાનના નિધનથી તેમના ચાહકો અને બોલિવુડ જગતમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. બોલિવુડ અભિનેત્રી સારા ખાને પણ કાદર ખાનને યાદ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી શ્રદ્ધઆંજલિ પાઠવી હતી.

ઘણા ઓછા લોકો જાણે છે કે, કાદર ખાન અને ઝરીન ખાન વચ્ચે શુ સંબંધ હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઝરીન ખાનની માસીના લગ્ન કાદર ખાનની પત્નીના ભાઇ સાથે થયા હતા.ઝરીન ખાને કાદર ખાનના નિધન બાદ પોસ્ટ પણ મૂકી હતી. ઝરીન ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ પોસ્ટમાં મુંબઇના બાંદ્રામાં રંગશારદામાં કાદર ખાન સાથે થયેલ મુલાકાતને યાદ કરી હતી.

રંગશારદામાં તે દિવસે ઝરીન ખાન એક નાટક જોવા ગઇ હતી, જેમાં કાદર ખાનના દીકરા પરફોર્મ કરવાના હતા. ઝરીનની ઇચ્છા હતી કે તેને કોઇ ફિલ્મમાં કાદર ખાન સાથે કામ કરવાનો મોકો મળે.

ઝરીન ખાને તેની પોસ્ટમાં લખ્યુ હતુ કે, તેમના નિધનથી મને ઊંડો આઘાત લાગ્યો છે, કારણ કે હું તેમને બાળપણથી જોતી આવુ છું. તે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક બહેતરીન અભિનેતાઓમાંના એક છે. કાશ મને તેમના સાથે કામ કરવાનો મોકો મળતો, તે એક ખૂબ જ વિનમ્ર માણસ હતા અને તેમનાથી મને ઘણુ શીખવા માટે મળતુ. તેમની પાસે જીવનના બધા અનુભવ હતા.

Shah Jina