ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં તેની પત્ની ધનાશ્રી વર્મા સાથે કાશ્મીરમાં છે. તે ધનાશ્રી સાથે કાશ્મીરમાં લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેની પાછળ બર્ફીલા પહાડો દેખાઈ રહ્યા છે. લગ્નની પહેલી એનિવર્સરી પર બંનેએ વીડિયોની સાથે સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
એક વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની ધનાશ્રી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ચહલ પોતાનું નામ ભૂલી ગયો છે અને તે કહે છે કે હું મારું નામ વારંવાર ભૂલી જાઉં છું. બંને પતિ-પત્ની ફિલ્મ હેરાફેરીના ડાયલોગ્સ પર લિપસિંગ કરતા જોવા મળે છે. આ સમયે કપલ લગ્નની વર્ષગાંઠ મનાવવા કાશ્મીર પહોંચી ગયું છે. ચહલે તેની પત્ની ધનાશ્રી સાથે કાશ્મીરમાં બરફ સાથે રમતા એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ડાન્સ વીડિયો ચાહકોનું દિલ જીતી લે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે, ખાસ વાત એ છે કે ધનાશ્રી વર્મા તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે કેટલાક ખાસ વીડિયો શેર કરતી રહે છે અને ઘણી પ્રશંસા મેળવે છે. હાલમાં જ ધનાશ્રી વર્માએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને ફેન્સની આંખો તેમના પરથી હટવાનું નામ નથી લઈ રહી.
યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માના લગ્નને એક વર્ષ થઈ ગયું છે અને તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, બંનેએ કાશ્મીરના બર્ફીલા મેદાનોમાં જવાનું પસંદ કર્યું. હાલમાં જ ધનાશ્રી એ હોલિડે સ્પોટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. આ ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધનાશ્રી પતિ યુઝવેન્દ્ર ચહલ તરફ ઈશારો કરીને ‘ટિપ ટીપ બરસા પાની’ પર ડાન્સ કરી રહી છે.
આ વિડિયો શેર કરવાની સાથે તેણે લખ્યું છે – ‘ટિપ-ટિપ બરસા સ્નો’ સાચું કહું તો આ જગ્યાની સુંદરતા, આસપાસનું સ્વર્ગ જેવું વાતાવરણ ચોક્કસપણે તમને ઘણું શીખવશે’. યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્મા આ દિવસોમાં કાશ્મીરના ગુલમર્ગમાં રજાઓ મનાવી રહ્યા છે. બંને મંગળવારે તેમના લગ્નની વર્ષગાંઠ પણ સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાન તે કાશ્મીરમાં સેનાના જવાનોને પણ મળ્યા હતા. ધનાશ્રી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર યુઝવેન્દ્ર ચહલ સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં બંને સેનાના જવાનો સાથે ઉભા છે.
યુઝીની પત્નીએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, ‘આજે અસલી હીરોને મળ્યા. અદ્ભુત અનુભવ હતો. આ માટે દરેકનો આભાર. જય હિંદ.’ આ પહેલા બંને કપલ બર્ફીલા પહાડોની મજા લેતા જોવા મળ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મિસ્ટર એન્ડ મિસિસ ચહલ કાશ્મીરમાં ઠંડીની મજા માણી રહ્યા છે. ચહલની પત્નીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્લેક ડ્રેસમાં સફેદ હિલ્સની વચ્ચે સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી હતી.
જણાવી દઇએ કે, ચહલ અને ધનાશ્રી એ ગયા વર્ષે 22 ડિસેમ્બરે દિલ્હીમાં લગ્ન કર્યા હતા. IPL 2020 અને 2021 દરમિયાન, ચહલ અને ધનાશ્રી UAEમાં હાજર રહ્યા હતા. ચહલની પત્ની ધનાશ્રી વ્યવસાયે યુટ્યુબર છે અને તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચહલે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે સૈનિકો સાથે જોવા મળી રહ્યો હતો.
આ તસવીર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ વિસ્તારમાં આર્મી કેમ્પની છે. ચહલે ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, “કોઈ સ્પાઈડર મેન નથી, સુપર મેન નથી, હું મારા વાસ્તવિક સુપરહીરોની સાથે છું. મને આ હીરો તરફથી જે પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે તે ખરેખર અવિશ્વસનીય છે. હું મારા આ ભાઈઓનો આભાર માનું છું કે જેઓ કોઈ પણ અંગત સ્વાર્થ વિના આપણું રક્ષણ કરી રહ્યા છે. જય હિંદ.” મિસ્ટર અને મિસિસ ચહલ કાશ્મીરના -3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઠંડીનો આનંદ માણી રહ્યાં છે. બંનેએ તેમની ઇન્સ્ટા સ્ટોરી પર બર્ફીલા પહાડોના ફોટા અને વીડિયો શેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે ચહલ અને ધનાશ્રી અહીં તેમની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા આવ્યા છે. બંનેએ ગયા વર્ષે 22 ડિસેમ્બરે દિલ્હીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. શિખર ધવને પણ તેમના લગ્નમાં હાજરી આપી હતી. આ બંને કપલ લગ્ન બાદથી હંમેશા એકબીજા સાથે જોવા મળે છે. ધનાશ્રી IPLની દરેક મેચમાં તેના પતિ અને તેની ટીમ RCBને ચીયર કરતી હતી. યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા IPL 2020 અને 2021 દરમિયાન સમગ્ર UAEમાં હાજર હતા.
વેકેશન પર જતા પહેલા યુઝવેન્દ્ર ચહલે વિજય હજારે ટ્રોફી 2021-22માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચમાં 14 વિકેટ લીધી છે. આ સાથે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. યુઝવેન્દ્ર ચહલ ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ દરમિયાન ટીમનો ભાગ હતો. જોકે, ટી20 વર્લ્ડ કપ 2021 દરમિયાન તેને ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો.
View this post on Instagram
ચહલે હજુ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી. તેથી તેના માટે દક્ષિણ આફ્રિકામાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝમાં રમવું શક્ય નથી. હવે તે દક્ષિણ આફ્રિકામાં 19 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ODI ટીમમાં તક મેળવવાની રાહ જોઈ રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલે IPL 2021 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આમ છતાં તેને ટી20 વર્લ્ડ કપ 2021ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
View this post on Instagram