ક્રિકેટર યુવરાજ સિંહ બાદ હવે વધુ એક અભિનેત્રીની અપમાનજનક ટિપ્પણીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે અભિનેત્રીને 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઔપચારિક જામીન પર મુક્ત કરી છે. આ અભિનેત્રી બીજુ કોઇ નહિ પરંતુ યુવિકા ચૌધરી છે. યુવિકા પર અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. તેમણે આ ટિપ્પણી ગયા મે મહિનામાં કરી હતી, જે બાદ ભારે હંગામો થયો હતો.
તે જ સમયે, અનુસૂચિત જાતિના લોકોએ અભિનેત્રીની ટિપ્પણી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા, તેની વિરુદ્ધ હંસી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર પ્રદર્શન કર્યું. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ આપેલા નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફરિયાદીઓએ વીડિયો પોલીસને સુપરત કર્યો હતો જેના આધારે તેની સામે FIR નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 25મેના રોજ પોતાના બ્લોગમાં એક વીડિયો જારી કરી અનુસૂચિત જાતિ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જે બાદ દલિત અધિકાર કાર્યકર્તા દ્વારા હાંસી પોલિસ સ્ટેશનમાં એસસી-એસટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો. અગાઉના દિવસે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ અભિનેત્રી યુવિકા ચૌધરી પોલીસ તપાસ માટે હાંસી પહોંચી હતી.
આ દરમિયાન તેનો પતિ અને અભિનેતા પ્રિન્સ નરૂલા તેની સાથે જોવા મળ્યો હતો. દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે યુવરાજ સિંહ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. તે બાદ યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામની પર મુક્ત કરવામાં આવ્યા હતા.