વોટરપાર્કમાં મૃત્યુ પહેલાંનો છેલ્લો વીડિયો આવ્યો સામે, યુવકનું આંતરડું ડેમેજ ડેમેજ થયું, જો જો તમે આ ભૂલ ન કરતા નહિ તો…
સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં વોટર પાર્કના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાંથી કેટલાક ફની તો કેટલાક ખૌફનાક હોય છે. હાલમાં જ થોડા સમય પહેલા ઝાલાવાડના એક વોટર પાર્કનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવતિ સ્લાઇડ્સ કરતા નીચે આવી રહી હતી ત્યારે તે એક યુવક સાથે અથડાઇ હતી અને જેને કારણે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી પણ વહેવા લાગ્યુ હતુ. ત્યારે હાલમાં વધુ એક વોટર પાર્કનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવક પુલમાં પરિવાર અને મિત્રો સાથે મસ્તી કરતા ફોટો-વીડિયો બનાવી રહ્યો હતો અને તે અકસ્માતનો શિકાર થયો હતો જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
અજમેરના બિરલા વોટર સિટી પાર્કમાં થયેલા દર્દનાક અકસ્માત પહેલા પૂલમાં મિત્રો અને પરિવાર સાથે મસ્તી કરતા યુવકનો ફોટો-વિડિયો સામે આવ્યો છે. આ અકસ્માતનો ભોગ બનેલા મહેબૂબ દ્વારા જ વીડિયો બનાવાવમાં આવ્યો હતો. વીડિયોમાં તે સેલ્ફી વીડિયો લેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો 30 મેના રોજ સાંજે 4.30 વાગ્યે શૂટ કરવામાં આવ્યો હતો. લગભગ અડધો કલાક બાદ સ્લાઇડર પરથી પૂરપાટ ઝડપે આવેલ યુવક મહેબૂબના પેટમાં અથડાયો હતો. આ દરમિયાન તેનો પરિવાર પણ ત્યાં હાજર હતો. સિક્યોરિટી ગાર્ડે મહેબૂબને પ્રાથમિક સારવાર આપી અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બાદમાં 3 જૂને મહેબૂબનું અવસાન થયું હતું.
તેઓ 30 મેના રોજ સાંજે અજમેર જવાના હતા. મૃતક મહેબૂબ તેની પત્ની શબાના, પુત્ર શમીર, પુત્રી શાલુ, મિત્ર નરેશ આહુજા, તેની પત્ની દીપા, તેનો પુત્ર રેયાંશ, પુત્રી ત્રિશા અને અન્ય મિત્ર શેખ જિયાદુલ સાથે 30મી મેના રોજ સવારે 9 વાગ્યે રાયપુરથી નીકળ્યો અને લગભગ બાર વાગ્યે સીધો દરગાહ પહોંચ્યો. જે બાદ લગભગ દોઢ-બે વાગ્યા આસપાસ બિરલા વોટર સિટી પાર્ક પહોંચ્યો હતો. મૃતકે અકસ્માત પહેલા પૂલમાં મિત્રો અને પરિવાર સાથે આનંદ માણ્યો હતો. મહેબૂબના મિત્ર નરેશ આહુજા અનુસાર, સાંજે પુલથી ફ્રી થઇને અજમેરમાં ફરવાનો અને મોડી રાત્રે ઘરે પહોંચવાનો પ્રોગ્રામ હતો.
મહેબૂબના પિતા અને બહેનના પતિનું અવસાન થઈ ચૂક્યું છે. માતા અને બહેનની સાથે પત્ની અને બાળકોની જવાબદારી પણ તેના પર હતી. પાર્ક મેનેજમેન્ટની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. મૃતકના આશ્રિતોને વળતર મળવું જોઈએ. મૃતકના સંબંધી શેખ જીયાદુલે પોલીસને જાણ કરી હતી.30 મેના રોજ મહેબૂબ ખાન અને પરિવારના સભ્યો અજમેર આવ્યા હતા. લગભગ 2 વાગ્યાની આસપાસ બધા બિરલા વોટર સિટી પાર્ક ગયા. 5 વાગ્યાના સુમારે ઉપરથી આવતા સ્લાઇડર્સમાં એક યુવક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને પૂલમાં ઉભેલા મહેબુબ સાથે અથડાયો હતો. આના પર મહેબૂબ ત્યાં જ ઢળી પડ્યો.
તેણે જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું અને તે ઉઠી શક્યો નહીં. હોસ્પિટલમાં બધુ બરાબર છે એમ કહ્યા બાદ તેને ઘરે લાવવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે તે મુશ્કેલીમાં આવી ગયો અને પછી તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના આંતરડાને નુકસાન થયું છે અને સર્જરી કરવી પડી તેમ છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી અને 3 જૂનના રોજ તેનું મોત થઇ ગયુ. પોલિસ દ્વારા માલિકને નોટિસ પાઠવી જવાબ મંગાવવામાં આવ્યો છે. બીજી તરફ મૃતકના પરિજનો પણ પોલીસ સાથે વોટર પાર્ક પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેમણે મૃતકના આશ્રિત પરિવારને વળતરની પણ માંગ કરી હતી.