એક ભૂલ થઇ અને માતા-પિતા, બે દીકરા-વહુ અને પૌત્ર સહીત 7 લોકોના થયા મૃત્યુ, તસવીરો જોતા જ કાળજું કંપી જશે

આજના સમયમાં દરેક રોજ નાના મોટા અકસ્માતના કિસ્સાઓ જાણવા મળે છે, એવામાં આજે એટલે કે શનિવારે વહેલી સવારે દુર્ઘટનાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મથુરાના થાણા નૌહઝીલ ક્ષેત્રમાં યમુના એક્સપ્રેસ હાઇવે પર અકસ્મતાનો સનસની ભરેલો મામલો સામે આવ્યો છે. જેમાં માઈલસ્ટોન 68 પર આગ્રાથી નોએડાની તરફ જતી વેગેનાર ગાડીએ આગળ ચાલી રહેલી અજ્ઞાત ગાડી સાથે ટક્કર મારી હતી. ગાડીમાં એક જ પરિવારના 9 લોકો સવારી કરી રહ્યા હતા એવામાં પરિવારના સાત લોકોની ઘટના સ્થળે જ મોત થઇ છે અને 2 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ગાડીમાં પરિવારના 9 લોકો હતા જેમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષનો પૌત્ર ની મૌત થઇ છે જયારે વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે.દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મૃતક લોકોના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જાણકારીમાં સામે આવ્યું કે પરિવાર હરદોઈના સંડીલા ક્ષેત્રના ગામ બહાદુરપૂરના રહેનારા હતા.

જણાવી દઈએ કે આ દુર્ઘટના પર પીએમ મોદીજીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે,”મથુરામાં થયેલું અકસ્માત હૃદયવિદારક છે, આ દુર્ઘટનામાં જેણે પોતાના પરિવારવના લોકોને ગુમાવ્યા છે, તેઓને પ્રત્યે મારી સંવેનદનાઓ. અને હું ઘાયલ લોકોના જલ્દી જ સ્વથ્ય થવાની કામના કરું છું. આ સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલ લોકોનો સમુચિત ઉપચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

પોલિસના આધારે પરિવાર લગ્ન સમારોહમાં ગયો હતો અને તેઓ સવારે નોએડા પરત આવી રહ્યા હતા.પોલીસે જણાવ્યું કે પરિવારના લોકો ઘણા સમય સુધી ગાડીમાં તડપતા રહ્યા હતા, એક વાહન ચાલક દ્વારા તેમને દુર્ઘટનાની જાણકારી આપવામાં આવી હતી અને તેઓને બહાર  કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો અને અકસ્માતમા ગાડીનો આગળનો હિસ્સો પુરી રીતે કચડાઈ ગયો હતો. તથા અન્ય ક્ષતિગ્રસ્ત વાહનને ક્રેન દ્વારા હટાવવા માટેની સૂચના આપવામાં આવી છે. પોલીસને શંકા છે કે વહેલી સવારે કાર ચાલકને જોકું આવી જતા આ અકસ્માત થયો હશે, જો કે પોલીસ ઘટનાની આગળની જાંચ કરી રહી છે.

Krishna Patel