યામી ગૌતમે દેખાડી મહેંદી સેરેમનીની ઝલક, ગુપચુપ કર્યા હતા લગ્ન,જુઓ લગ્નની અંદરની તસવીરો

બોલિવુડ અભિનેત્રી યામી ગૌતમે ડાયરેક્ટર આદિત્ય ધર સાથે ઇંટીમેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા. આ વાતની ખબર યામી અને આદિત્યે સોશિયલ મીડિયાની મદદથી ચાહકો સાથે શેર કરી હતી. યામીએ હવે તેની મહેંદી સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

યામી આ તસવીરોમાં પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. તે ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. આ તસવીરોમાં તેની સ્માઇલ જોઇને તો ચાહકો પણ તેના પર ફિદા થઇ ગયા છે. તે અને આદિત્ય એકબીજાની આંખોમાં ખૂબ જ પ્રેમાળ રીતે જોઇ રહ્યા છે. તે આ સેરેમનીમાં ઘણી ખુશ પણ જોવા મળી રહી છે.

યામીએ તેની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરતા લખ્યુ કે, ઓ પ્યારે પરેશાન કેમ થાઓ છો ? જે તમારુ છે તે એક દિવસ તમને મળશે. યામીની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. મનીષ મલ્હોત્રા, કીર્તિ કુલ્હારી, વાણી કપૂર, નિમ્રત કૌર સહિત અનેક સેલેબ્લસે તેમને કમેન્ટ કરી તેમને બધાઇ આપી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રી યામી ગૌતમે ફિલ્મ “ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક” ફેમ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. યામી અને આદિત્યએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરી ચાહકોને સરપ્રાઇઝ આપી હતી.

ત્યારે હવે હાલ આ કપલે તેમની મહેંદી સેરેમનીની તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. યામી અને આદિત્ય બંને ઘણા ખુશ લાગી રહ્યા છે અને યામી આ ડ્રેસમાં ખૂબ ખૂબસુરત લાગી રહી છે.

બંનેની ફિલ્મની વાત કરીએ તો તે બંનેએ સાથે ફિલ્મ “ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક”માં કામ કર્યુ હતુ. આદિત્ય આ ફિલ્મની ડિરેક્ટર હતા અને આ ફિલ્મમાં લીડ અભિનેતા વીકી કૌશલ હતા. આ ફિલ્મને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ઓડિયોગ્રાફી સહિત અનેક એવોર્ડ્સ મળ્યા હતા.

યામીના બોલિવુડ કરિયરની વાત કરીએ તો, તેણે ફિલ્મ “વિકી ડોનર”થી શરૂઆત કરી હતી અને તેણે આ બાદ અનેક ફિલ્મ કરી છે જેમાં “કાબિલ” “બદલાપુર” જેવી ફિલ્મો સામેલ છે.

યામીએ ગયા વર્ષે “ગિન્ની વેડ્સ સન્ની”માં કામ કર્યુ હતુ જે નેટફ્લિક્સ પર રિલિઝ થઇ હતી તેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યુ હતુ. તે હવે ફિલ્મ “ભૂત પોલિસ”માં જોવા મળશે, જેમાં સૈફ અને અર્જુન કપૂર તેમજ જેકલીન પણ સામેલ છે. આ ઉપરાંત તે “અ થર્સડે”માં પણ જોવા મળશે.

Shah Jina