ધ ગ્રેટ ખલી ઉપર તૂટ્યો હતો દુઃખોનો પહાડ, ખુબ જ દુઃખદ સમાચાર, પહાડ જેવો ખલી પણ ચોધાર આંસુએ રડી પડ્યો..જાણો કારણ

રેસલિંગની દુનિયામાં એક મોટું નામ ધરાવનારા ધ ગ્રેટ ખલી માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રવિવારે મોડી રાત્રે તેમની માતા ટાંડી દેવીનું નિધન થઇ ગયું છે. તે છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા અને તેમની સારવાર લુધિયાણાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.  સારવાર દરમિયાન જ તેમની માતાએ મોડી રાત્રે દમ તોડી દીધો. તેમનો અંતિમ સંસ્કાર આજે સોમવારના રોજ કરવામાં આવશે.

મીડિયા દ્વારા મળી રહેલી જાણકારી પ્રમાણે ટાંડી દેવીની તબિયત ખુબ જ ખરાબ હતી. જેના બાદ તેમને લુધિયાણાની દયાનંદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારની રાત્રે જ તેમનું સારવાર દરમિયાન નિધન થઇ ગયું.

ડીએમસી હોસ્પિટલના પીઆરઓ દ્વારા ન્યુઝ એજન્સી દ્વારા ખલીની માતાના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. તેમને જણવ્યું કે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમની માતાનું નિધન થયું છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા પણ ટ્વીટ કરીને ખલીની માતાના નિધન ઉપર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

માતાના નિધન ઉપર દલીપ સિંહ રાણા એટલે કે ધ ગ્રેટ ખાલી ખુબ જ દુઃખી છે. તેમની માતા ટાંડી દેવીની ઉંમર 79 વર્ષ હતી. આજે સોમવારના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.WWEમાં જનાર પહેલા ભારતીય રેસલર ‘ધ ગ્રેટ ખલી’ને તો કોણ નથી જાણતુ, WWEમાં તેણે ખૂબ જ સારુ પ્રદર્શન કરી દુનિયાભરમાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી.

ભારતનું વિશ્વ સ્તર પર નામ રોશન કર્યુ છે.ખલીએ ગરીબીથી નીકળી પ્રોફેશનલ રેસલરની દુનિયામાં જીવન હાંસિલ કર્યુ છે. ખલીએ પહેલીવાર APWમાં જાયંટ સિંહના નામે રેસલિંગ કરી, જે બાદ તેણે WWEમાં પગ મૂક્યો અને તેનો સામનો અંડરટેકર જેવા દિગ્ગજ સુપસ્ટાર્સથી થયો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થોડા સમય પહેલા ખલીને WWE હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, તેમણે ધ અંડરટેકર, કેન, બિગ શો, જોન સીના અને શોના માઇકલ્સ અને અન્ય જેવા આંતરરાષ્ટ્રીય સ્તર પર જાણિતા WWEના નામોને પછાડી તેમની સાથે શાનદાર મેચ લડ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by The Great Khali (@thegreatkhali)

તમને જણાવી દઇએ કે, ખલીએ હરમિંદર કૌર સાથે લગ્ન કર્યા છે, તેનો જન્મ 12 જાન્યુઆરી 1971ના રોજ દિલ્લીમાં થયો હતો. તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. જેને તેમની ફિલ્મ “કોમ્બદી કલાઇ” માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ વર્ષ 2006માં આવી હતી. દલીપ સિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીનો એક વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો જેમાં તે રસોઈ બનાવે છે જે આપ જોઈ શકો છો.

Niraj Patel