અહીંયા આવેલી છે દુનિયાની સૌથી પાતળી 1428 ફૂટ ઊંચી ઇમારત, હવા આવતા જ બિલ્ડિંગમાં થાય છે એવું કે 84 માળ જાણે…

દુનિયાની સૌથી પાતળી 84 માળની ગગનચુંબી ઇમારત, હવામાં પણ લાગે છે હલવા, અંદર રહેતા લોકો શું અનુભવે છે, જુઓ

દુનિયાની અંદર ઘણી બધી એવી એવી ઇમારતો આવેલી છે જેને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય. દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાના તમે ઘણા બધા વીડિયો પણ જોયા હશે અને ઘણા લોકોએ દુબઇની મુલાકાત દરમિયાન આ બિલ્ડીંગને રૂબરૂ નિહાળવાનો મોકો પણ લીધો હશે. પરંતુ હાલ દુનિયાની સૌથી પાતળી ઇમારતની કહાની ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેના વિશે જાણીને દંગ રહી ગયા છે.

દુનિયાની સૌથી પાતળી ઇમારત અમેરિકાના મેનહેટન શહેરમાં આવેલી છે. આ બિલ્ડીંગનું નામ સ્ટેનવે ટાવર છે. જેની ઊંચાઈ 1428 ફૂટ છે. સાથે આ બિલ્ડિંગમાં 84 માળ આવેલા છે. આ બિલ્ડીંગના ડેવલપર્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાની સૌથી પાતળી ગગનચુંબી ઇમારત છે. સ્ટેનવે ટાવરની ઊંચાઈથી પહોળાઈનો ગુણોત્તર 24:1 છે.

આ બિલ્ડીંગ ના ફક્ત એન્જીનીયરીંગનો ઉમદા નમૂનો છે પરંતુ પોતાની જાતમાં જ એક મોટો અજુબા છે. ધ ગર્જિયન ન્યુઝ પેપરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર આ ઇમારતને દુનિયાની સૌથી મજબૂત કોન્ક્રીટમાંથી બનાવવામાં આવી છે. વર્ષ 2015માં ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતા આ બિલ્ડીંગના એન્જિનિયર રોવાન વિલિયમ્સ ડેવિસે જણાવ્યું હતું કે 1000 ફીટ ઉંચો ટાવર 100 માઈલ/કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં હલી શકે છે, જો કે અંદર રહેતા લોકોને તેનો અનુભવ થશે નહિ.

પાતળી અને ઊંચી ઇમારતોનો ટ્રેન્ડ 1970ના દાયકામાં હોંગકોંગમાં શરૂ થયો હતો, પરંતુ હવે યુએસમાં પણ બનાવવામાં આવી રહી છે. જો કે આ ઈમારતોમાં રહેતા લોકોને આખા શહેરનો સુંદર નજારો જોવા મળે છે, પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે. આ બિલ્ડિંગમાં એક સ્ટુડિયો એપાર્ટમેન્ટની કિંમત પણ $7.75 મિલિયન છે, જ્યારે પેન્ટહાઉસની કિંમત $66 મિલિયન છે.

વેસ્ટ 57મી સ્ટ્રીટ પર સ્થિત સ્ટેનવે ટાવર મૂળ 1925માં સ્ટેનવે હોલ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ પછી 2021માં આ બિલ્ડિંગમાં 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રેસિડેન્શિયલ ટાવર બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ટાવર તેની ડિઝાઇન કે સુંદરતાના કારણે નહીં પરંતુ તેના પર પડતા બરફના કારણે આખા અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Niraj Patel