ના હોય! વિશ્વનું સૌથી મોંઘુ પાણી, એક બોટલની કિંમતમાં અમદાવાદમાં આવી જશે 3BHK ફ્લેટ

જળ જ જીવન છે. આપણે આ ઘણા વર્ષોથી આ સાંભળી રહ્યા છીએ. ડોક્ટરો પણ લોકોને વધુ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ વિશ્વમાં પાણીની ઘણી બ્રાન્ડ્સ છે જે ઘણી મોંઘી છે. તો ચાલે આજે તમને પાણીની બ્રાન્ડ વિશે જણાવીએ જેની કિંમત લાખોમાં છે. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ તે એકદમ સાચી વાત છે. દુનિયામાં સૌથી મોંઘી પાણીની એક બોટલની કિંમત એટલી છે તેની કિંમતમાં એક વૈભવી મર્સિડીઝ કાર ખરીદી શકાય. (તસવીરો: પ્રતીકાત્મક)

વિશ્વમાં Acqua di Cristallo Tributo a Modigliani સૌથી મોંઘી બોટલમાં વેચાતુ પાણી છે. ફિજી અને ફ્રાન્સમાં એક કુદરતી ઝરણા(જમીનની અંદરથી નિકળતો પાણીનો સ્ત્રોત)માંથી આ પાણી આવે છે. આ બોટલની પેકેજિંગ કિંમત ઘણી વધારે છે. તેનું પાણી પણ એક વિશિષ્ટ સ્વાદ ધરાવે છે. પરંતુ પાણીની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.

750 મિલી પાણીની કિંમત 45 લાખ : વિશ્વના સૌથી મોંઘા પાણીની બોટલની કિંમત આશરે 45 લાખ રૂપિયા છે. આ બોટલમાં 1 લીટર પાણી પણ નથી. તે માત્ર 750 મિલી પાણી આવે છે. એક રિપોર્ટ અનુસાર, એક્વા ડી ક્રિસ્ટેલો ટ્રિબ્યુટો એ મોડિગલિયાની પાણીની એક બોટલની કિંમત 45 લાખ રૂપિયાથી વધુ છે. આ પાણીની બોટલ 24 કેરેટ સોનાની બનેલી છે.

જાણો કેમ આટલી મોંઘી છે : પાણીની આ એક બોટલની કિંમત લાખો રૂપિયા હોવાના ઘણા કારણો છે. પાણી તેની બોટલના કારણે મોંઘુ છે. આ પાણીની બોટલ 24 કેરેટ નક્કર સોનાની બનેલી છે. વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલ વિશ્વના સૌથી પ્રખ્યાત બોટલ ડિઝાઇનર ફર્નાન્ડો અલ્ટામિરાનોએ તૈયાર કરી છે. કોગ્નેક ડુડોગ્ને હેરિટેજ હેનરી IV ની વિશ્વની સૌથી મોંઘી બોટલ ફર્નાન્ડોએ ડિઝાઇન કરી હતી. આ પાણીનો સ્વાદ પણ ખૂબ જ અલગ છે. આ સિવાય, તે સામાન્ય પાણીની તુલનામાં અનેક ગણુ વધારે ઉર્જાવાન છે

YC