વાહ.. આ વ્યક્તિએ બનાવ્યું ઘોડી વગરનું સ્કૂટર, કાર જેવો આપે છે આરામ, બેલેન્સિંગ પર કર્યું છે એવું જબરદસ્ત કામ કે જોનારા પણ બધા અવાક રહી ગયા

ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થયું એવું સ્વદેશી ઈ-સ્કૂટર કે તે સ્ટેન્ડ વગર તેની જાતે જ થઇ જશે ઉભું, લોકો બોલ્યા, “હવે પપ્પાની પરીઓનું સ્કૂટર પરથી પડવાનું થશે બંધ”

પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવના કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ તરફ આગળ વધ્યા છે. માર્કેટમાં પણ હવે ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર આવવા લાગ્યા છે. ત્યારે હાલ આવી રહેલા ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણી બધી ખાસ ફેસિલિટી સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ યોજાઈ રહેલા ઓટો એક્સ્પો 2023માં એક સ્કૂટરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ સ્કૂટરની ખાસિયત એ છે કે તેમાં સ્ટેન્ડ નથી. એટલું જ નહીં, આ સ્કૂટર સ્લો મોશનમાં પણ બિલકુલ નહીં પડે. ઘણા ઈલેક્ટ્રિક વાહનોમાં આ વખતના ઓટો એક્સપોમાં એક ઈલેક્ટ્રિક સ્કૂટર પણ છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે. મુંબઈની બેસ્ટ સ્ટાર્ટઅપ લિગર મોબિલિટીએ આ સ્કૂટર તૈયાર કર્યું છે અને તેની ખાસ વાત એ છે કે તે સ્ટેન્ડ વગર પણ ઊભું થઈ શકે છે, તે સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર છે.

લિગર મોબિલિટીના સહ-સ્થાપક વિકાસ પોદ્દાર ઇન્દોર IIT મદ્રાસ અને આશુતોષ IIT ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. સેલ્ફ બેલેન્સિંગ અંગે કંપનીએ કહ્યું કે આ ખાસ ફીચરને કારણે ઈ-સ્કૂટર ઓછી સ્પીડ પર અથવા બંધ થવા પર આપોઆપ બેલેન્સ જાળવી શકશે. સામાન્ય રીતે ટુ-વ્હીલરનું બેલેન્સ ધીમી ગતિ કરતાં વધુ ઝડપે સરળતાથી કરી શકાય છે. લિગર કંપનીનું આ સ્કૂટર ચર્ચામાં છે.

લિગર મોબિલિટી દ્વારા આ ટેક્નોલોજીનો સંપૂર્ણ વિકાસ ઇન-હાઉસ કરવામાં આવ્યો છે. અગાઉ આ ટેક્નોલોજીનું પરીક્ષણ મહિન્દ્રા ડુરો સ્કૂટર પર પણ કરવામાં આવ્યું હતું. જેનો વિડિયો ડેમો કંપની દ્વારા બતાવવામાં આવ્યો હતો. આ વખતે ઓટો એક્સપોમાં પણ કંપનીએ આ ઈલેક્ટ્રિક સ્કૂટરનો ડેમો પ્રદર્શિત કર્યો છે, જેમાં એક વ્યક્તિ સ્કૂટર પર બેઠો છે અને કોઈપણ સપોર્ટ વિના સ્કૂટર ધીમી ગતિએ આગળ-પાછળ આગળ વધી રહ્યું છે.  વાત કરીએ સ્કૂટરની કિંમતની તો મીડિયા રિપોર્ટ અનુસાર તેની હાલની કિંમત 90 હજારથી 1.5 લાખ સુધી જણાવામાં આવી છે.

Niraj Patel