આપણા દેશની આ તે કેવી દશા ? પીવાના પાણી માટે આ મહિલાઓ રોજ મૃત્યુ સાથે ભીડે છે બાથ, વીડિયો જોઈને તમે પણ રડી ઉઠશો

આજે આપણો દેશ ડીઝીટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે, શહેરોથી લઈને ગામડા સુધી વિકાસ થતો જોવા મળી રહ્યો છે, પરંતુ આપણા દેશમાં ઘણા એવા સ્થળો છે જે આજે પણ વિકાસના નામથી પણ વંચિત છે અને તેમની હાલત એટલી દયનિય છે કે તેની કોઈ કલ્પના પણ ના કરી શકે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમને હાલત સમજાઈ જશે.

આપણે ત્યાં કહેવાય છે કે “જળ એજ જીવન છે.” પરંતુ કેટલાક લોકોને આ જીવન માટે માત્ર સંઘર્ષ જ નહિ પરંતુ દરરોજ પોતાનો જીવ જોખમમાં પણ મુકવો પડે છે. મોટા શહેરોમાં તો પાણી ઘરમાં લાગેલા નળમાં આવે છે. પરંતુ નાસિકમાં એક એવો આદિવાસી વિસ્તાર છે જ્યાં મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે રોજ પોતાનો જીવ જોખમમાં મુકવો પડે છે.

મહારાષ્ટ્ર ટાઈમ્સની ખબર પ્રમાણે ત્રમ્બકેશ્વર તાલુકાના ખરશેત ગ્રામ પંચાયતમાં 25 નાની નાની વસ્તીઓ છે. જેમાં 300થી વધારે આદિવાસીઓ રહે છે. અહીંયા મહિલાઓને રોજ પીવાના પાણી માટે એવા પુલ ઉપર ઉપર ચઢવું પડે છે જેના ઉપર ચઢવું કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી.

આ પુલ બે ચટ્ટાનની વચ્ચે રાખેલા લાકડામાંથી બનાવવામાં આવ્યો છે, જેના ઉપર એકવારમાં ફક્ત એક જ માણસ જઈ શકે છે. આમ તો નદી વસ્તીની પાસે જ છે, પરંતુ તેનું પાણી ચોખ્ખું નથી, જેના કારણે મહિલાઓને ઝરણામાંથી પાણી ભરવા માટે આ લાકડાનો બનેલો પુલ પાર કરવો પડે છે.

આ પુલ ઉપર ચાલવા માટે જીવ પણ જોખમમાં મુકવો પડે છે. તમને જણાવી દઈએ કે આ નદી હરસુલથી વહે છે. જેના બંને બાજુ કાળી ચટ્ટાનો છે જે ત્રીસ ફૂટ ઉડી છે. નદીનું તળ 25 ફૂટ ઊંડું છે. નદી પર કરવા માટે મહિલાઓ પાતળા લાકડા ઉપર ચાલે છે, આ દરમિયાન તેમના માથા ઉપર પાણીથી ભરેલું વાસણ પણ.હોય છે

પુલને પાર કરવા માટે સંતુલન બનાવી રાખવું પણ ખુબ જ જરૂરી હોય છે. જો તેમનું સંતુલન બગડી જાય તો તેમના નદીમાં પાડવાની સંભાવના પણ રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા લોકો નદીમાં પડી પણ ગયા છે.

Niraj Patel