હવે TV પર પિઝા-સેંડવીચ ખાતી મહિલાઓને નહીં દેખાડી શકાય! અહીં લાગ્યા નવા પ્રતિબંધો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહિલાઓને પિઝા અને ડ્રિંક્સની જાહેરાતોમાં દેખાવા પર પ્રતિબંધ લગાવી શકાય છે? અથવા જો કોઈ પુરુષ સ્ત્રીને ચા અને કોફી પીરસે છે, તો તે જાહેરાત બંધ કરવી જોઈએ? આ તમારા માટે આશ્ચર્યજનક હોઈ શકે છે, પરંતુ ઈરાનના નવા ટીવી સેન્સરશીપ નિયમો હેઠળ આવા જ વિચિત્ર સૂચનાઓ આપવામાં આવી છે.

નવી સેન્સરશિપ હેઠળ મહિલાઓ પીઝા અને સેન્ડવીચ ખાતી ટીવી પર જોઈ શકાશે નહીં અને તેમના હાથમાં કોઈ લાલ રંગનું પીણું પણ ન દેખાવું જોઈએ. એટલું જ નહીં, તેમને લેધરના મોજા પહેરેલી પણ દેખાડવામાં આવે. મહિલા પુરુષોની સમાનતા વાત છોડો, ઈરાનમાં કાર્યસ્થળ સંબંધિત કોઈપણ દ્રશ્યમાં કોઈ પણ પુરુષ મહિલાઓને ચા અને કોફી પીરસતો ન દેખાવો જોઈએ. જો આવું થશે તો સરકાર તરફથી નિર્માતા-નિર્દેશકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

સરકાર દ્વારા જારી કરાયેલ આદેશ : તમને જાણીને નવાઈ લાગશે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) માં PR ના વડા અમીર હુસેન શમશાદીએ આ નિર્ણય લીધો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે સ્ક્રીન પર કોઈ પણ મહિલા લાલ રંગનું પીણું પીતી ન દેખાવી જોઈએ.

એક અહેવાલ અનુસાર, ઇરાનમાં મહિલાઓને પીઝા-સેન્ડવિચ ખાતા અથવા હાથમાં ચામડાના મોજા પહેરેલા ટીવી પર બતાવવામાં આવે તે પહેલા આઇઆરઆઇબીની પરવાનગી લેવી પડશે. ઘરની અંદર પુરુષ-સ્ત્રી સંબંધો દર્શાવતા દ્રશ્યો પણ જાહેરાતમાં બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

સેન્સરશીપ એક અલગ સ્તર પર પહોંચી : અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓએ લેટેસ્ટ ઓડિટ બાદ બ્રોડકાસ્ટર્સ અને ફિલ્મ નિર્માતાઓને આ માર્ગદર્શિકા જારી કરી છે. જે કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આવી સ્થિતિમાં, ઈરાની સ્ટ્રીમિંગ સાઇટ્સ પ્રતિબંધોનો સામનો કરવાના ડરથી જાતે સેન્સરશીપ કરશે. IRIB એ ઇરાની હોમ થિયેટર અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનું લાઇસન્સ અને મોનિટરિંગ કરવા માટે સતરા નામની પેટાકંપની ભાડે લીધી છે. પરિસ્થિતિ એ છે કે અહીંના ટીવી શો હવે મહેમાનનો ચહેરો બતાવવાથી દૂર થઈ રહ્યા છે.

YC