મિસ યુનિવર્સ 2023 પેજન્ટની ચર્ચા દરેક જગ્યાએ થઇ હતી, જેન દીપિકા ગેરેટ નામની પ્લસ સાઈઝ મોડલ જેને અલ સલ્વાડોરમાં મિસ યુનિવર્સ 2023 પેજન્ટના પ્રારંભિક રાઉન્ડમાં ઓડિયન્સ દ્વારા પસંદ કરવામાં આવી હતી. તેને પ્રેક્ષકોનો ઘણો સપોર્ટ મળ્યો. જેન દીપિકા ગેરેટે મિસ યુનિવર્સ 2023માં તેના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. જેન તે સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ હતી. આ સાથે તેણે શરીરના કદ, શરીરની સકારાત્મકતા અને સ્વીકાર્યતા સાથે સંબંધિત તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા હતા.
જેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો-વીડિયો શેર કરી ચર્ચામાં રહે છે. નેપાળના કાઠમંડુની જેન દીપિકા ગેરેટનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ટોવેલથી બનેલ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં કુલ ત્રણ બટન છે પણ વચ્ચેનું બટન ખુલ્લું છે અને શરીરનો ઘણો ભાગ સ્પષ્ટ દેખાય છે. જો કે તેને કોઇ પરવા નથી. આ મોડેલ રોડ પર રેમ્પ વોક કરતી જોવા મળે છે.
આમ તો આ ડ્રેસ ટોવેલ જેવો દેખાય છે પણ તેને નેપાળની કપડાની કંપની મિશુસ દ્વારા તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે.આ વીડિયો પર ઘણા લોકો કમેન્ટ કરી તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, શું તમારી પાસે તમારા આખા શરીરને ઢાંકવા માટે કપડાં નથી ? બીજાએ લખ્યુ-આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આજકાલ ઈન્ટરનેટ અશ્લીલતાથી ભરેલું છે અને મહિલાઓ તેને મહિલા સશક્તિકરણ કહે છે.
View this post on Instagram